પાટણ: સિદ્ધપુરના લોકો પાણી પીવાથી પણ ડરે છે, 4 દિવસ પીધું મૃતદેહ વાળું પાણી?
વીપીન પ્રજાપતિ.પાટણઃ સિધ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમાં પાણી નહીં આવતું હોવાની રજુઆતના પગલે પાલિકાના કર્મચારીઓ દ્વારા આ વિસ્તારમાં પાઈપ લાઈનનું ખોદકામ કરવામાં આવ્યું તો પાઈપમાંથી…
ADVERTISEMENT
વીપીન પ્રજાપતિ.પાટણઃ સિધ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમાં પાણી નહીં આવતું હોવાની રજુઆતના પગલે પાલિકાના કર્મચારીઓ દ્વારા આ વિસ્તારમાં પાઈપ લાઈનનું ખોદકામ કરવામાં આવ્યું તો પાઈપમાંથી એક માનવ ધડ મળી આવ્યું હતું. 4 દિવસ સુધી પાણીની સમસ્યાથી પરેશાન આ વિસ્તારના 4000 જેટલા લોકો આ જ પાણીથી કામ ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક આવી સ્થિતિ સામે આવ્યા પછી હવે આ વિસ્તારના લોકો પાણી પીવાથી પણ ડરવા લાગ્યા છે.
આજે પણ પાઈપમાંથી મળ્યા માનવ અંગો
પાલિકાના કર્મચારીઓને ખોદકામ દરમિયાન પાઈપ લાઈનમાં કાંઈક અવરોધ હોવાનું માલુમ પડતા વધુ ખોદકામ કરતા તેમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા. ગંધ મારતા માનવ અવશેષો જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા ત્યારે લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં થતા હોવાને લઇ લોકોમાં ભય જોવા મળ્યો હતો. પાલિકાની ટીમ દ્વારા આજે લાલ ડોશીની પોળ વિસ્તારમાં પાણીની પાઇપ લાઈન ચેક કરવા ખોદ કામ શરુ કરતા આજે પણ માનવ અવશેષ મળી આવ્યા છે જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે.
‘અમારા જ પરિવારના સભ્યો છે…’ – ‘સિંહની દોસ્તી’ જેવી અમરેલીના ખેડૂતની અદ્ભુત કહાની
ચીફ ઓફિસરે શું કહ્યું?
આ મામલે સિદ્ધપુર પાલિકાના ચીફ ઓફિસરને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, બે વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાની રજૂઆત કરાઈ હતી. જ્યાં ખોદ કામ દરમ્યાન માનવ અવશેષો મળવા પામ્યા છે ત્યારે તે પાઇપ લાઈનની સફાઈ શરુ કરી છે, તો આ વિસ્તારમાં જે પાણીની ટાંકીનું પાણી આવે છે તેની તપાસ કરતા તે ટાંકીનો મુખ્ય દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળતા તેને તાળું મારવામાં આવ્યું છે. આ ટાંકી 20 લાખ લીટરની છે અને આ પાણી વોર્ડ નંબર 5 સહીત આસપાસના વિસ્તારમાં પાણી આપવામાં આવે છે. ત્યારે આ પાઇપ લાઈનમાં માનવ અવશેષો કેવી રીતે આવ્યા તે પોલીસ તપાસનો વિષય છે.
ADVERTISEMENT
આરોગ્ય તપાસ પણ શરૂ કરીઃ પાલિકા પ્રમુખ
પાલિકાના પ્રમુખને પુછાતા તેમને જણાવ્યું હતું કે, પાણી અપૂરતું મળવાની રજૂઆતને લઇ તપાસ શરુ કરી અને બે વિસ્તારમાં પાણી પુરવઠો બંધ કરી ખોદકામ શરુ કર્યું તો પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે ટેન્કરો દ્વારા પાણી પહોંચતું કરવામાં આવી રહ્યું. અમદાવાદથી પણ એક ટીમ બોલાવી પાણીની પાઇપ લાઈનની સફાઈ શરુ કરાઈ છે. આરોગ્યની ટીમ દ્વારા પણ બન્ને વિસ્તારમાં આરોગ્ય તપાસ શરુ કરી છે. ઘટનાને પગલે પાટણ LCB પોલીસની ટીમ દ્વારા પાણીની ટાંકીની મુલાકાત લઇ તપાસનો ધમ ધમાટ શરુ કર્યો છે.
ADVERTISEMENT