પાટણ કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર 5 લાંખની લાંચ લેવા મેડિકલ પાસે આવ્યા અને…

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીપીન પ્રજાપતિ.પાટણ : ભય ભૂખ અને ભ્રષ્ટાચારના સૂત્ર સાથે ગુજરાતમાં વર્ષોથી લાંચિયા બાબુઓ કામ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ ભ્રષ્ટાચારની ઝીરો ટોલરન્સની વાતો કરે છે અને બીજી બાજુ લોકોના કામ કરવામાં તેમની પાસેથી લાંચ મગાય છે. આવી ઘણી ફરિયાદો ઉઠે છે અને એસીબી તેવા લાંચિયા બાબુઓ સામે કાર્યવાહી પણ કરી રહી છે ત્યારે આવી ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતમાં નાના કર્મચારીથી લઇ સચિવ કક્ષાના અધિકારીઓ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણી બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં રોજ સરેરાશ 1 કર્મચારી લાંચના છટકામાં પકડાતા હોય છે ત્યારે પાટણ શહેરમાં આજે એક સફળ ટ્રેપમાં નાયબ મામલતદાર ઝડપાયો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં સરકારી નોકરી લેવા માટે લોકો કેટલી મહેનત કરે છે. આવા શખ્સોને નોકરી મળ્યા પછી જાણે કે સરકારી પગાર અને સવલતો ઓછી પડી રહી હોય તેમ લાલચમાં અંધ બની જતા હોય છે.

ભાવનગરમાં 3 સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યાઃ માલણ નદીકાંઠે કરુણાંતિકા

એક જ મહિનામાં ત્રણ લાંચિયા પર કાર્યવાહી

આ અંગેની એસીબી તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણમાં રૂપિયા 5 લાખની લાંચ લેતા પાટણ કલેકટર કચેરીના એમ ડી એમ શાખાના નાયબ મામલતદાર એસીબીની ટ્રેપમાં ઝડપાયા હતા. ફરિયાદીએ નાયબ મામલતદારને જનતા હોસ્પિટલ પાસે આવેલી જનતા મેડિકલ પાસે બોલાવ્યો હતો અને ફરિયાદીની જમીનને એનએ કરાવવા રૂપિયા 5 લાખ માંગ્યા હતા. ત્યારે ફરિયાદીએ પાટણ એસીબીનો સંપર્ક કરી જાણ કરતા એસીબીએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં નાયબ મામલતદાર લાંચ સ્વીકારતા ઝડપાયા હતા. નોંધનીય છે કે પાટણ એક જ મહિનામાં આવી ત્રીજી ઘટના બની છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT