Patan: રિસામણેથી તેડી લવાયેલી વહુએ ભોજનમાં ઝેર નાખીને પીરસ્યું, ખાતા દીયરનું મોત-સસરા ગંભીર
Patan News: પાટણના શંખેશ્વર તાલુકામાં આવેલા ધનોર ગામમાં વહુએ ખૂની ખેલ ખેલ્યાની ઘટના સામે આવી છે. જેમાં પુત્રવધુએ પોતાના જ સસરા અને દિયરને ભોજનમાં ઝેર નાખીને ભેળવી દીધું.
ADVERTISEMENT
Patan News: પાટણના શંખેશ્વર તાલુકામાં આવેલા ધનોર ગામમાં વહુએ ખૂની ખેલ ખેલ્યાની ઘટના સામે આવી છે. જેમાં પુત્રવધુએ પોતાના જ સસરા અને દિયરને ભોજનમાં ઝેર નાખીને ભેળવી દીધું. જેમાં દિયરનું મોત નિપજ્યું છે અને સસરા હાલ જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યા છે. આ અંગે હવે પોલીસે પુત્રવધુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને કાર્યવાહીની તપાસ હાથ ધરી છે.
12 વર્ષથી રિસામણે હતી પુત્રવધુ
વિગતો મુજબ, પાટણના શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ભોલાગીરી ગોસ્વામીએ પોતાના સગાભાઈ અશોકગીરીની પત્ની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ભાઈ-ભાભીના ઘણા વર્ષો પહેલા લગ્ન થયા હતા. જોકે બંને વચ્ચે મનમેળ ન રહેતા જયાબેન છેલ્લા 12 વર્ષથી રિસામણે હતી અને પિયરમાં રહેતી હતી. બંનેને પુત્ર પણ હતો. જોકે આખરે સમાજ દ્વારા સમાધાન કર્યા બાદ જયાબેનને તોડીને સાસરીમાં પાછા લાવ્યા હતા. જોકે ધનોર ગામે સાસરીમાં પરત આવ્યાના ચાર દિવસ બાદ જયાબેન સસોઈ બનાવતા હતા.
રાંધેલું જમ્યા બાદ તબિયત લથડી
દરમિયાન તેઓ રસોડામાં બે અલગ-અલગ દાળ બનાવતા દિયરે તેમને સવાલ પૂછ્યો હતો. ત્યારે પુત્રને તીખું ન ખવાતું હોવાનું કહીને અલગ દાળ બનાવવાનું કહ્યું હતું. જોકે રાંધેલું જમ્યા બાદ સસરા અને દિયરની તબિયત લથડી હતી. આથી પરિવારજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં દિયર મહાદેવગીરીને મૃત જાહેર કરાયા હતા. જ્યારે સસરા ઈશ્વરગીરીની હાલત નાજુક હોવાનું કહેવાય છે અને પાટણમાં તેમની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો
ઘટના બાદ ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે જયાબેન વિરુદ્ધ હત્યાના ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ વહુએ જ આ રીતે ઝેરવાળું ભોજન આપીને પરિવારજનોના જીવ લેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT