પાટણમાં રખડતા ઢોરોનો આતંકઃ 4 મહિલાઓને લીધી અડફેટે, 2ના મોત
પાટણઃ પાટણમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો આતંક મચ્યો છે જેનો ભોગ સામાન્ય જનતાને બનવું પડે છે. તંત્રની ઢીલી નીતિઓને કારણે આજે રખડતા ઢોરનો શિકાર…
ADVERTISEMENT
પાટણઃ પાટણમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો આતંક મચ્યો છે જેનો ભોગ સામાન્ય જનતાને બનવું પડે છે. તંત્રની ઢીલી નીતિઓને કારણે આજે રખડતા ઢોરનો શિકાર બનેલી ચાર મહિલાઓ પૈકી 2 મહિલાઓના જીવ ગયા છે. ગંભીર બનાવને પગલે ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
અમે ખેતીકામ કરવા જતા હતાઃ મહિલા
પાટણ નજીક આવેલા અધાર ગામે એક દુખદ ઘટના ઘટી છે. ગામમાં રખડતા આખલાએ આતંક મચાવી મુક્યો હતો. મહિલાઓ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે આખલાએ ચાર મહિલાઓને અડફેટે લઈ લીધી હતી. આખલાએ અપફેટે લેતા 2 મહિલાઓના મોત નિપજ્યા છે. ઉપરાંત બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ મહિલાઓ શુક્રવારની સવારના સમયે ખેતીકામ માટે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત મહિલાઓએ જણાવ્યું હતું કે અમે ખેતીકામ માટે જતા હતા ત્યારે આખલાએ હુમલો કર્યો હતો. જોકે સદનસીબે બે મહિલાઓના જીવ બચ્યા હતા.
(વીથ ઈનપુટઃ વિપિન પ્રજાપતિ, પાટણ)
ADVERTISEMENT
ADVERTISEMENT