પાટણમાં રક્ષાબંધનના દિવસે જ માતમ, આઈસરની પાછળ કાર ઘુસી જતા 3 લોકોના કરુણ મોત
Patan Accident News: આજે રક્ષાબંધનના પર્વના દિવસે જ પાટણમાં કરુણ ઘટના બની છે. વહેલી સવારે અકસ્માતની ઘટનામાં 3 યુવકોના કરુણ મોત નિપજ્યા છે. ટ્રકની પાછળ…
ADVERTISEMENT
Patan Accident News: આજે રક્ષાબંધનના પર્વના દિવસે જ પાટણમાં કરુણ ઘટના બની છે. વહેલી સવારે અકસ્માતની ઘટનામાં 3 યુવકોના કરુણ મોત નિપજ્યા છે. ટ્રકની પાછળ વેગનઆર કાર ઘુસી જતા તહેવારના દિવસે જ યુવકોના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
વહેલી સવારે આઈસર પાછલ કાર ઘુસી ગઈ
વિગતો મુજબ, પાટણ જિલ્લાના સમીથી 5 કિલોમીટર દૂર શંખેશ્વર હાઈવે પર વહેલી સવારે ગોજારો અકસ્માત થયો હતો. સવારે રોડ પર આઈસર ટ્રક નીકળી રહી હતી. ત્યારે એકાએક વેગનઆર કાર પાછળથી ટ્રકમાં ઘુસી ગઈ હતી. જેમાં કારમાં સવાર હસમુખ ઠક્કર, પિન્ટુ રાવળ અને દશરથ રાવળના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રણેય મૃતકો રાધનપુરમાં બાજુના હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના બોનેટનો ભાગનું પતરું વળી ગયું હતું.
ADVERTISEMENT
રક્ષાબંધનના દિવસે જ બહેનોએ ભાઈ ગુમાવ્યા
ઘટનાની જાણ થતા જ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સમી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આ દુખદ ઘટનાને કારણે બહેનોએ તેમના ભાઈઓ સાથે રક્ષાબંધનની ઉજવણીમાં રાખડી બાંધતા પહેલા જ પોતાના ભાઈઓ ગુમાવ્યા હતા.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: વિપીન પ્રજાપતિ)
ADVERTISEMENT
ADVERTISEMENT