સુરતઃ કોંગ્રેસના લડાયક નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાઈકિલવાલાની પાસા હેઠળ ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત કોંગ્રેસના લડાયક નેતા અને સુરત મહાનગરપાલિકા ના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની સુરત પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલી આપ્યા છે. જેને લઈને સુરત શહેર કોંગ્રેસના નેતાઓ નારાજ થયા છે. અસલમ સાયકલવાલાની રાજકીય કિન્નાખોરીના કારણે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આવા આક્ષેપ સુરત શહેરના કોંગ્રેસના નેતાએ લગાવ્યા છે. સુરત શહેર કોંગ્રેસના અધ્યક્ષ સહિતના અનેક નેતાઓ આ મામલે આવેદન પત્ર આપવા માટે સુરતના પોલીસ કમિશનર અજય કુમાર પાસે પહોંચ્યા હતા.

ભચાઉના PI ઝડપાયા 5 લાખની લાંચ લેતાઃ વહીવટદાર પણ ઝડપાયો

પેટા ચૂંટણી આવી રહી છે તેમને દબાવવા માટે કાર્યવાહીઃ હસમુખ દેસાઈ
સુરત શહેરના કોંગ્રેસ અધ્યક્ષ હસમુખ દેસાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20 માં પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે એ જ બોર્ડમાં રહેતા પૂર્વક કોર્પોરેટર અસલમ સાયકલવાલાને દબાવવા માટે અને બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓને મોરલ ડાઉન કરવા માટે ખોટી રીતે તેમની પાસા હેઠળ કરી છે.

અમે આપને જણાવી દઈએ કે અસલમ સાયકલવાલાની વિરુદ્ધ થોડા દિવસ પહેલા સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન, ઉધના પોલીસ સ્ટેશન અને અડાજણ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેઓ હાલ જામીન પર હતા અને આ ફરિયાદોને લઈને જ પોલીસે એમની પાસા હેઠળ ધરપકડ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT