‘એક ગાય 20 લીટર દૂધ આપે તે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે’- રુપાલા

ADVERTISEMENT

Parshottam Rupala
Parshottam Rupala
social share
google news

ગાંધીનગરઃ કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા આજે સોમવારે ગાંધીનગરની કામધેનુ યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારંભમાં આવ્યા હતા. દરમિયાન તેમણે કેટલીક પશુપાલનને લગતી, માછીમારોના પાકિસ્તાનથી છૂટકારાને લગતી અને ઓડિશા ટ્રેન અકસ્માતને લગતી બાબતો પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણી ગાય હાલ સરેરાશ 3.5 લી. દૂધ આપે છે તેને આપણે 20 લી. સુધી લઈ જવાનું છે. જોકે તેના માટે કેવા કેવા રસ્તાઓ અપનાવાશે તેને લઈને મંત્રીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે, આઝાદી પછી પહેલીવાર પશુપાલન મંત્રાલય અલગ બનાવવામાં આવ્યું છે. પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગને અલગ મંત્રાલયમાં સમાવિષ્ટ કરાયા છે. આઝાદીથી 2014 સુધી ફિશરીઝ પાછળ 3680 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે. 2014 પછી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ એક જ યોજના પાછળ માતબર રકમ ફાળવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પાછળ રૂપિયા 20050 કરોડ વાપરવાનું નક્કી કર્યું છે.

વડોદરા: રેલવે ટ્રેક પરથી 3 ટુકડામાં મળેલી લાશ મામલે ઘટસ્ફોટ, પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની સોપારી આપી હતી

અમરેલીમાં IVF કેન્દ્ર શરૂ કરવાના પ્રયાસો
તેમણે કહ્યું કે આઈવીએફના માધ્યમથી ગૌ સંવર્ધન થાય તેવા પ્રયાસ થવા જોઈએ. આજે આપણી ગાય સરેરાશ માત્ર 3.5 લીટર દૂધ આપે છે. એક ગાય સરેરાશ 20 લીટર દૂધ આપે તે લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવાનું છે. અમરેલીમાં ગાય માટે આઈવીએફ કેન્દ્ર શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બ્રાઝિલમાં જે ગુજરાતના ગૌવંશ છે તેના દ્વારા ફરી ગુજરાતમાં તે નસલ વધારવાના પ્રયાસો છે.

ADVERTISEMENT

ભવિષ્યમાં આવું ના થાયઃ ટ્રેન અકસ્માત પર બોલ્યા મંત્રી
પાકિસ્તાનથી ભારતીય માછીમારોને છોડવા પર નિવેદન આપતા તેમણે કહ્યું કે ભારત સરકારની નીતિ આતંવાદ નહીં ચલાવી લેવાની છે. ભારતની તમામ સંસ્થાઓ જે માછીમારો પરત આવે છે તેમને તપાસે છે. આપણા માણસો છે તેમની સામે શંકા ઊભી કરી ચર્ચા ન કરાય તે પણ જરૂરી છે. તેમણે આ ઉપરાંત ઓડિશાના ટ્રેન અકસ્માત અંગે વાત કરતા કહ્યું કે અકસ્માતએ દુઃખદ છે. પીડિતો સાથે સહાનુભૂતિ છે. વિપક્ષ તરીકે કોંગ્રેસ સરકારની આલોચના કરી શકે છે અને કરે છે. ભવિષ્યમાં આવું કાંઈ ના બને અને બધાને સારવાર મળે તે પ્રાથમિક્તા છે.

    follow whatsapp

    ADVERTISEMENT