Parshotam Rupala: ક્ષત્રિયોની બેઠકમાં રૂપાલાએ ફરી માફી માંગી, જયરાજસિંહે કહ્યું- આ વિવાદ આજથી પૂર્ણ

ADVERTISEMENT

Parasottam Rupala Statement Controversy
રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી
social share
google news

Parasottam Rupala Statement Controversy: લોકસભાની ચૂંટણી પહેલા જ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર (BJP Candidate)  પરસોત્તમ રુપાલા  (Parshottam Rupala) ની મુશ્કેલીઓમાં વધારો થયો છે.  તેમના એક નિવેદનના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં પ્રભુત્વ ધરાવતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં ખાસ બેઠક યોજી ડેમેજ કંટ્રોલ કરવાનું કામ કર્યું હતું. 

રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી

જયરાજસિહનાં શેમળા સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો સહિત મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા.આ બેઠકમાં પહોંચેલા રૂપાલાએ ફરીવાર સંપૂર્ણ સમાજની માફી માંગતા જણાવ્યું કે, મને એવો રંજ છે કે, મારી જીભથી આવું બોલાઈ ગયું છે. હું બે હાથ જોડીને માફી માગું છું. અત્યાર સુધીના મારા જીવનમાં એવું ક્યારે બન્યું નથી કે મે આપેલા નિવેદનને પાછું ખેંચ્યું હોય. મેં પહેલા જ માફી માગી છે, આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું. સાથે જ આ બેઠકની અધ્યક્ષતા કરતાં જયરાજસિંહ જાડેજાનો હું આભાર માનુ છું.     

જયરાજસિંહ જાડેજા સંબોધન

જયરાજસિહે પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે, પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુઃખ થયુ છે. આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણા શરણે આવીએ તો આપણે માફી આપી દઈએ. મારે પી.ટી જાડેજાને યાદ કરવો છે, પી.ટી જાડેજાને નાલાયક કહ્યા. એનાથી પણ ભૂલ થઈ હતી ત્યારે હું ગયો જતો. તમે સમાજને ગુમરાહ ન કરો,એમ છતાં કાંઈ કરવું હોય તો કરી લેજો. આ મારો નિર્ણય નહીં, રાજપૂત સમાજનો નિર્ણય છે. પુરષોતમ રૂપાલાને માફ કરવા મંચ પરથી અપીલ કરુ છું. માફીનો વિરોધ કરનારાઓને જયરાજસિંહ જાડેજાએ સલાહ આપી હતી. સમાજને ગુમરાહ ન કરો. ભાજપે રાજ્યસભામાં પણ ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપ્યુ છે. સોશલ મીડિયાના સવાલોનો જવાબ હું નથી આપતો. જયરાજસિંહે સવાલ ઉઠાવનારાઓને  ખૂલ્લો પડકાર ફેંક્યો હતો. સોશલ મીડિયામાં સવાલો કરનારા એક જગ્યાએ એકઠા થાય હું જવાબ આપીશ. 

આ પણ વાંચો

ADVERTISEMENT

ક્ષમા વીરનું આભૂષણ છે : અલ્પેશ ઢોલરીયા

આ બેઠકમાં હાજર જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ કહ્યું કે, ક્ષમા વીરનું આભૂષણ છે. રૂપાલા સાહેબની એક વાત પર માફી આપી શકે શું આ સમાજની તાકાત નથી? આપણે જાણીએ છીએ કે અગાઉ પણ જ્યારે જ્યારે  સમાજવાદ ઉત્પન્ન થયો છે ત્યારે નુકસાન થયું છે. 

આ પણ વાંચો:- 'સમાધાન જ કરવા હોય...તો બાંયો ચડાવીને ફરાય જ નહીં', પદ્મિનીબા કોના પર બગડ્યા?

બેઠકમાં કોણ-કોણ હાજર રહ્યું?

ગોંડલ ખાતે મળેલ બેઠકમાં જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય ગોંડલ), કિરીટસિંહ રાણા (ધારાસભ્ય), કેસરીદેવસિંહ ઝાલા (રાજ્યસભાના સાંસદ), નરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ લોધીકા સહકારી સંઘના ચેરમેન), રાજકોટ ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા,  રાજકોટ ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહીત રાજકોટ શહેર જિલ્લાના ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT