'જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો...', ક્ષત્રિયોએ માં આશાપુરાના ખાધા સોગંદ; વધશે ભાજપની મુશ્કેલી?
Parshottam Rupala Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ
અમદાવાદની બેઠકમાં નથી થયું સમાધાન
ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં જરાય નથી
Parshottam Rupala Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે અમદાવાદના ગોતા વિસ્તારમાં ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj)ની સંકલન સમિતિના આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં પણ સમાધાન થયું નથી. પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં જરાય નથી. ગત 24 માર્ચથી શરૂ થયેલી આ વિરોધની આગને હવે 10 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે. પરંતુ ક્ષત્રિયો ટસનામસ થતા નથી. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ક્ષત્રિયો સમાજના યુવકો અને વડીલોએ લીધી પ્રતિજ્ઞા
ક્ષત્રિય સમાજનો પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ વધતા ભાજપ હાઈકમાન્ડ એક્ટિવ થઈ ગયું છે. તેમજ ગુજરાતમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યું છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજના યુવકો અને વડીલો દ્વારા માં આશાપુરાના સાંનિધ્યમાં પ્રતિજ્ઞા લેવામાં આવી છે. ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ કહ્યું કે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ 100 ટકા મતદાન કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Parshottam Rupala ને પાટીદાર સમાજનું સમર્થન, સો.મીડિયામાં મેસેજો શરૂ થતાં વાતાવરણ ગરમાયું
350થી વધુ લોકોએ ખાધા માતાજીના સોગંદ
રાજકોટ ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિરે ગઈકાલે 350થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો એકત્ર થયા હતા, આ તકે તેઓએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. સાથે જ માં આશાપુરાની પ્રતિજ્ઞા પણ લીધી હતી કે 'માં આશાપુરાના સાંનિધ્યમાં માં આશાપુરાની સોગંદ ખાઉં છું કે ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ માટે, તેમના સ્વમાન માટે મારા સમાજે જે માંગણી મૂકી છે, જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કચકચાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવવામાં આવશે અને હું મારી સાથે અઢારેય વરણના એવા પાંચ-પાંચ મતને ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મતદાન આપવાના માં આશાપુરાના સમ ખાઉં છું, જય જય રાજપૂતાના...જય માતાજી....'
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'તુ સમાજનો કર્તાહર્તા કે માય-બાપ નથી', ગોંડલના જયરાજસિંહ જાડેજા પર ક્ષત્રિય સમાજના યુવકો લાલઘુમ
અમદાવાદમાં ગઈકાલે યોજાઈ હતી બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગોતામાં રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક મળી હતી. ક્ષત્રિય સમાજની 92 લોકોની એક ટીમ છે. જેણે આ બેઠકમાં આગેવાનોની રજૂઆત સંભાળી હતી. બેઠક બાદ કરણસિંહે કહ્યું હતું કે, સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી. અમારું પહેલા પણ એ જ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ જ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ આજ સ્ટેન્ડ રહેશે. જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન સમિતિએ નક્કી કરેલા કાર્યક્રમો ચાલુ રહેશે.
ADVERTISEMENT