Panchmahal: ગ્રામજનોએ સ્મશાનમાં મહિલાના અગ્નિ સંસ્કાર ન થવા દીધા, પરિવારે ખેતરમાં આપ્યો અગ્નિદાહ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Panchmahal News: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક મહિલાના અંતિમ સંસ્કાર સ્મશાનમાં કરવાની ગ્રામજનોએ ના પાડતા. આખરે પરિવારે ખેતરમાં મહિલના મૃતદેહને અગ્નિદાહ આપવો પડ્યો. મામલો સામે આવ્યા બાદ અધિકારીઓ દોડતા થયા હતા. સમગ્ર મામલે મામલતદાર દ્વારા તપાસ કરીને ફરિયાદ નોંધાવા કહેવાયું છે.

પ્રસૂતિ બાદ મહિલાનું મોત

વિગતો મુજબ, ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામની મહિલા સુમિત્રાબેન નાયક અમરેલી જિલ્લાના ઘાસા ગામમાં મજૂરી માટે ગયા હતા અને પતિ સાથે રહેતા હતા. સુમિત્રાબેનને પ્રસૂતિ બાદ શ્વાસ લેવાની તકલીફ થવા લાગી અને તેમનું મોત થઈ ગયું. જે બાદ પરિવારજનો વતન ઘોઘંબાના કંકોડાકૂઈ ગામે 14 ડિસેમ્બરે તેમને અંતિમ સંસ્કાર માટે લઈને પહોંચ્યા હતા. અહીં સ્મશાનમાં તેમના મૃતદેહને લઈ ગયા હતા પરંતુ ગ્રામજનો ત્યાં અંતિમવિધિ કરવાની ના પાડતા મહિલાના મૃતદેહને ઘરમાં બે દિવસ સુધી રાખવા માટે પરિવાર મજબૂર બન્યો હતો.

સ્મશાનમાં ન મળી અગ્નિ સંસ્કારની જગ્યા

જ્ઞાતિવાદના કારણે મહિલાને મૃત્યુ બાદ પણ અગ્નિસંસ્કાર માટે સ્મશાનમાં જગ્યા ન મળી. ખૂબ આજીજી કરવા છતાં પણ ગ્રામજનોએ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા ન દેતા આખરે પરિવારે પોતાના ખેતરમાં મહિલાના અગ્નિસંસ્કાર કરવા પડ્યા. સમગ્ર મામલે સામે આવ્યા બાદ અધિકારીઓ દોડતા થયા હતા અને ઘોઘંબાના મામલતદારે તપાસના આદેશ આપ્યા હતા. બીજી તરફ મહિલાના પરિજનોએ પોલીસમાં ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT