પંચમહાલઃ ખેડૂતો રાત્રે ખેતરમાં જતા ભયભીત, દીપડાના આંટાફેરા થયા Videoમાં કેદ

ADVERTISEMENT

પંચમહાલઃ ખેડૂતો રાત્રે ખેતરમાં જતા ભયભીત, દીપડાના આંટાફેરા થયા Videoમાં કેદ
પંચમહાલઃ ખેડૂતો રાત્રે ખેતરમાં જતા ભયભીત, દીપડાના આંટાફેરા થયા Videoમાં કેદ
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ મોરવા હડફ વિસ્તારમાં રાત્રે દીપડો દેખાયો હતો. જંગલ પાસેના ખેતરમાં આરામ ફરમાવતો દીપડો કેમેરામાં કેદ થયો હતો. માનવ વસાહતમાં કોઈ નુકશાન કર્યું ન હોવા છતાં હિંસક પ્રાણીને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતો રાત્રીના સમયે ખેતરમાં જતા એક અલગ પ્રકારના ડરનો સામનો કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા પછી માહોલ વધારે ભયભીત બન્યો છે.

પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં દીપડાઓ માનવ વસાહતમાં આવી ચઢી હુમલાઓ કરતા હોવાની ઘટનાઓ હોવી સામાન્ય બની રહી છે. ખેડૂતો ખેતરોમાં જતા એક પ્રકારનો ડર અનુભવી રહ્યા છે. ત્યારે ગત રાત્રે જિલ્લાના મોરવા હડફ તાલુકામાં પણ રાત્રે દીપડો જોવા મળ્યો હતો.

જાણો ગંભીર અને કોહલી વચ્ચે શું બોલાચાલી થઇ, એકે એક શબ્દની આ રહી માહિતી

કારનો અવાજ સાંભળી દીપડો જંગલમાં ભાગ્યો
મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે એક ખેતરના શેઢે આરામ ફરમાવી રહેલો દીપડો જોવા મળ્યો હતો. ખેતરની નજીકમાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે આ દીપડો જોયો હતો અને તેને મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. કાર ચાલકે કાર દીપડા સામે લઈ જતા આરામ ફરમાવી રહેલો દીપડો ઊભો થઇ જંગલ વિસ્તાર તરફ ભાગી છૂટ્યો હતો. મોરવા હડફના ડાંગરીયા વિસ્તારમાં જોવા મળેલા આ દીપડાએ હજી કોઈને નુકસાન પહોચાડ્યું હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ લોકોમાં એક પ્રકારનો ભય ઊભો થયો છે. જુઓ Video…

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT