પેપર લીક મામલે અમિત શાહનું મોટું નિવેદનઃ જાણો શું પ્લાનીંગ કરવા અંગે તેમણે કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રાજનીતિના ચાણક્ય અમિત શાહ પણ ઘણા સમયથી સક્રિય રીતે નજર રાખી રહ્યા છે. આજતકના પંચાયત ગુજરાત કાર્યક્રમાં તેમણે પણ ગુજરાત અને દેશને અસર કરતા ઘણા મુદ્દાઓ પર થઈ રહેલા સવાલો મામલે પોતાના વિચાર અને જવાબો લોકો સમક્ષ મુક્યા છે. આ કાર્યક્રમમાં એક સવાલ ગુજરાતમાં થઈ રહેલા પેપર લીક મામલામાં પણ હતો. જેને લઈને હવે અમિત શાહનું જે નિવેદન આવી રહ્યું છે તેને જોતા લાગી રહ્યું છે કે પેપર લીક થવાના મામલામાં હવે સરકાર કડક પગલા ભરવા માગી રહી છે.

પેપર લીક થવાથી વિદ્યાર્થીઓને નુકસાન
ગુજરાતમાં 22થી વધુ વખત પરીક્ષાઓના પેપર ફૂટવાના મુદ્દાઓને કારણે યુવાનોને ઘણી પરેશાની થઈ રહી છે. આ મામલામાં જે વગદારો છે તેઓ પેપર ફોડી લેતા પરંતુ જે મહેનત કરીને આગળ આવનારા વિદ્યાર્થીઓ છે તેમને ઘણું નુકસાન જાય છે. પેપર લીક થઈ જાય તો તેમની મહેનત બેકાર જાય છે, જો પેપર લીકની સરકારને ખબર પડી જાય તો પરીક્ષા રદ્દ થાય છે અને તેમને લાંબો સમય સુધી તે પરીક્ષાની અને ભરતીની રાહ જોવી પડે છે તેમાં જેમની વય મર્યાદા જતી રહે છે તેમને પણ ઘણું સહન કરવાનું થાય છે. આ મામલો હાલ ચૂંટણીમાં પણ ઘણો ઉછળ્યો છે. વિપક્ષો પણ વારંવાર સરકારને આ મુદ્દા પર ઘેરી રહ્યા છે.

પેપર લીક માત્ર ગુજરાતની જ સમસ્યા નથી દેશની છેઃ શાહ
આજતકના પંચાયત ગુજરાત મંચ પર આ અંગેના સવાલના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે, ઘણા રાજ્યોમાં પેપર લીક થવાના મામલા સામે આવ્યા છે. મને લાગે છે કે તેમાં રાષ્ટ્રીય ચર્ચાની જરૂર છે. તેનું જે આઉટ સોર્સિંગ થાય છે તે કોનું ટેન્ડર ઓછું છે તેના આધાર પર થાય છે. આઉટ સોર્સિંગમાં જે એજન્સીઓને ટેન્ડર મળે છે તેમની મનસા પર પણ ઘણી જગ્યાએ સવાલ ઊભા થયા છે. કોઈ નવી પદ્ધતી આપણે લાવવી પડશે. કોઈ વ્યવસ્થિત રીતે સરકારે એજન્સી બનાવી પડશે. જે બધી રાજ્ય સરકારોને કામ કરીને આપે. આ માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર દેશની સમસ્યા છે જેને હલ કરવી પડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT