મેટ્રોમાં પાન-ગુટખાની પિચકારી મારશો તો થશે મોટો દંડ, મેડિકલ સુવિધા સહિતની માહિતી જાણો
અમદાવાદઃ શહેરમાં મોટ્રો ટ્રેન શરૂ થઈ એને લગભગ 1 મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો છે. તેવામાં દિવાળી વેકેશન હોય કે પછી સમાન્ય રજા, અમદાવાદીઓ દ્વારા…
ADVERTISEMENT
અમદાવાદઃ શહેરમાં મોટ્રો ટ્રેન શરૂ થઈ એને લગભગ 1 મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો છે. તેવામાં દિવાળી વેકેશન હોય કે પછી સમાન્ય રજા, અમદાવાદીઓ દ્વારા મેટ્રોમાં બેસી સફર કરાઈ રહી છે. લોકોએ અહીં સફર કરવાની અનોખી મજા માણી છે. જોકે શું તમને ખબર છે કે મેટ્રોમાં કોઈપણ વ્યક્તિ અંદર કે બહાર નુકસાન પહોંચાડે તો કેવા પ્રકારનો દંડ થઈ શકે છે? એટલું જ નહીં જો કોઈ પેસેન્જરની તબિયત અચાનક બગડી તો એના માટે શું વ્યવસ્થા કરાઈ છે એના પર વિગતે માહિતી મેળવીએ…
GMRC દ્વારા હોસ્પિટલો સાથે એમઓયુ કરાયા…
મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે અમદાવાદીઓ ઉત્સુક છે. ત્યારે હવે મીડિયા રિપોર્ટ્સના આધારે મેટ્રો રેલની પ્રોપર્ટીને કોઈએ નુકસાન પહોંચાડ્યું તો કેવા દંડ થશે એની માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે. નોંધનીય છે કે રિપોર્ટ્સના આધારે મેટ્રોની અંદર કે બહાર જો કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારાઈ શકે છે. વળી આની સાથે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને વિવિધ વિસ્તારની 6 હોસ્પિટલ સાથે એમઓયુ પણ કર્યા છે. જેથી પેસેન્જરની તબિયત બગડે તો તેને હોસ્પિટલ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ શકે.
જાણો મેટ્રોમાં તબિયત બગડશે તો શું…
અહેવાલો પ્રમાણે મેટ્રોમાં જો તબિયત બગડી તો સ્ટેશનની આસપાસ જે કોઈપણ 108 એમ્બ્યુલન્સ હશે તે ત્યાં દોડીને આવી જશે. એટલું જ નહીં એવી માહિતી મળી રહી છે કે મેટ્રો સ્ટેશન પર કોઈ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય નહીં રહે પરંતુ આસપાસ જે પણ હશે તેમાંથી 108 તાત્કાલિક ત્યાં પહોંચી જશે.
ADVERTISEMENT
ચેતજો, મેટ્રોમાં ગુટખાની પિચકારી મારી તો….
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઘણી વાર કેટલાક મુસાફરો ગંદકી કરતા હોય છે. જ્યાં ત્યાં વેફર, પાણીની બોટલ અથવા અન્ય વસ્તુઓનો કચરો ફેંકી જતા રહેતા હોય છે. તેવામાં સૌથી મોટો પ્રશ્ન પાન-ગુટખા ખાનારાઓ અને તેની પિચકારી જ્યાં ત્યાં મારનારાઓનો છે. અહેવાલો પ્રમાણે જો મેટ્રોના કોચમં અંદર કોઈ કચરો ફેંકતા, અથવા થૂંકતા પકડાયા અથવા મેટ્રોના કોઈપણ ફર્નિચરને નુકસાન પહોંચાડતા જોવા મળ્યા તો 5 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
- GMRCએ બંને કોરિડોર પર આવા મુસાફરો સામે કડક પગલા ભરવા ખાસ ટીમ બનાવી છે.
- મેટ્રો રેલવે ઓપરેશન અને મેન્ટેનન્સ એક્ટ 2002માં રેલ સંપત્તિને નુકસાન પહોંચડાનારાઓ સામેના ઘણા પગલાઓ પણ જણાવાયા છે.
જાણો મેટ્રો સંપત્તિને નુકસાન પહોંચડશો તો શું થશે..
ADVERTISEMENT
- રિપોર્ટ્સના આધારે મેટ્રોમાં કારણ વદર સેફટી બેલ વગાડી દેનારી કોઈપણ વ્યક્તિને 1 વર્ષની જેલની સજા ફટકારાઈ શકે છે.
- જો મેટ્રોની ટિકિટ ફોર્જ કરશે કોઈ તો તેને 6 મહિના સુધીની સજા પણ થઈ શકે છે.
- શારિરીક ઈજા અથવા અન્ય ગુનાહિત કૃત્ય કરનારા સામે કડક પગલા ભરાશે.
- દારૂ પીને જો મેટ્રોમાં ચઢ્યા અથવા અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો તો 200 રૂપિયા દંડ અને જો મેટ્રો પાસ હશે તો એને પણ જપ્ત કરી દેવામાં આવશે.
- જોખમી અને પ્રતિબંધ લાદ્યો હોય એવી વસ્તુઓ ટ્રેનમાં લઈને જશો તો 5 હજાર રૂપિયા સુધીનો દંડ અથવા 4 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે.
- જો મેટ્રોના કોચમાં કોઈ પોસ્ટર ચોંટાડાયું અથવા કઈ લખવામાં આવ્યું તો 6 મહિના સુધીની જેલ અને 500 રૂપિયા દંડ પણ થઈ શકે છે.
ADVERTISEMENT