ગુજરાતમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ તૂટ્યો, પાલનપુરમાં ઓવરબ્રિજ તૈયાર થતા પહેલા જ સ્લેબ ધરાશાયી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૈયાર થાય તે પહેલા જ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જૂના આરટીઓ ઓફિસથી અંબાજી જતા ઓવરબ્રિજનો સ્લેબનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ત્યારે ઓવરબ્રિજ તૂટી પડતા તેની કામગીરી અને મોનિટરિંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ બ્રિજ તૂટી પડતા બે જેટલી રીક્ષાઓ અને ટ્રેક્ટર કાટમાળમાં દબાઈ ગયા છે. ત્યારે હાલમાં તંત્ર રાહદ અને મદદ કાર્યમાં જોડાયું છે.

વિગતો મુજબ, પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું. સોમવારે એકાએક ઓવરબ્રિજનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર અને ઓટો રીક્ષા દબાઈ ગયા હતા. જેમાં અંદર 3 વ્યક્તિઓ પણ દબાઈ ગયાની આશંકા છે. બનાવની જાણ થતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ADVERTISEMENT

આ પહેલીવાર નથી જ્યારે ગુજરાતમાં આ પ્રકારે ઓવરબ્રિજ બનતા પહેલા જ તેનો સ્લેબ તૂટી પડ્યો છે. આ પહેલા અમદાવાદના બોપલમાં પણ બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. તો હાટકેશ્વરમાં પણ કરોડોના ખર્ચે બનેલો બ્રિજ 5 વર્ષમાં તોડવો પડે તેવી સ્થિતિ બની છે. ત્યારે વધુ એક બ્રિજ ઉદ્ધાટન થતા પહેલા જ તૂટી પડતા બ્રિજના કામમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર થતા હોવાના સવાલો ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT

(ઈનપુટ: ધનેશ પરમાર, બનાસકાંઠા)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT