પાલનપુર વાસીઓ આનંદો! સરકારના આદેશે હવે શહેરમાં 8 City Bus દરેક રૂટમાં દોડતી દેખાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠા: બનાસકાંઠાનું જિલ્લા મુખ્યાલય પાલનપુર છે. ત્યારે વર્ષો જૂની સીટી બસ માંગણીને સરકારે હવે વહીવટી મંજૂરી આપતા ટુંક સમયમાં શહેરીજનોની સેવામાં આઠ જેટલી સીએનજી સીટી બસ દોડતી થશે. જે શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Surat: વેપારીને સ્પા ચલાવતી મહિલાની મિત્રતા પડી રૂપિયા 25 લાખમાં, આ રીતે ચૂનો લગાવ્યો

શહેરીજનોને એકમાત્ર રિક્ષા પર રાખવો પડતો આધાર
દરેક નાના મોટા શહેરોમાં સિટી બસ નાગરિકો માટે મુખ્ય જરૂરિયાત હોઇ તેને અગ્રીમતા અપાય છે ત્યારે બનાસકાંઠામાં પાલનપુરનો છેલ્લા 10 વર્ષમાં મોટો વિકાસ થયો છે. તો વળી શહેરના હાઇવે વિસ્તારમાં અનેક સોસાયટીઓ નિર્માણ પામી છે. જોકે શહેરીજોનો તેમજ બહારથી આવતા લોકોને મુસાફરી કરવા માટે એકમાત્ર રિક્ષા વિકલ્પ છે. જેથી નજીકની મુસાફરીમાં રિક્ષાનો વિવિધ વિસ્તારોમાં જવા શટલ રિક્ષાનો પરિવહન તરીકે ઉપયોગ કરવો પડે છે. ત્યારે ઓછા ભાડામાં સુવિધાજનક મુસાફરી થાય તે માટે પાલનપુર નગરપાલિકાની ભાજપની બોડીએ અગાઉ સાધારણ સભામાં ઠરાવ કરી નવી સીટીઓ ચાલુ કરવા માટે ગાંધીનગર ઠરાવ મોકલ્યો હતો. જેને સરકારે વહીવટ 8 બસની મંજૂરી આપતા હવે નવીન સિટી બસ પાલનપુરમાં દોડતી થશે.

અમદાવાદમાં બુટલેગરો પોલીસથી બેખોફ, હોમગાર્ડના ઘરે જઈને લાકડી-તલવારથી હુમલો, વાહનોમાં તોડફોડ કરી

અગાઉ સીટી બસ ચાલુ કરાઈ હતી, જે ખર્ચ વધતા બંધ થઈ
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પાલનપુરમાં નગરપાલિકાએ કોન્ટ્રાક્ટથી બે સીટી બસ ચાલુ કરી હતી. જો કે આયોજન અભાવે અને મુસાફરોને આકર્ષવા યોગ્ય રૂટ પર બસ ના દોડતા, મુસાફરો બસનો ઉપયોગ કરતાં રિક્ષા વધુ પસંદ કરતા હતા. જેથી બે બસનો નિભાવ ખર્ચ વધી જતા નગરપાલિકા દ્વારા આ સીટી બસ બંધ કરવામાં આવી હતી. જોકે હવે સરકારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ પાલનપુર નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત નવીન સીટી બસની 24મી ફેબ્રુઆરીએ સિદ્ધાંતથી મંજૂરી આપી છે. આ બાબતે નગરપાલિકા પ્રમુખ કિરણબેન જણાવ્યું હતું કે અગાઉના એપ્રિલ 2022 ને સાધારણ સભામાં શહેરમાં નગરપાલિકા સંચાલિત 8 સીટી હેતુનો ઠરાવ કરવામાં આવ્યો હતો તે રાજ્ય સરકારમાં દરખાસ્ત વિચારણાધીન હતી. જેને હવે સરકારી મંજૂરી આપી છે. જેથી આવનાર દિવસોમાં ખાનગી બસ દ્વારા સીએનજી સીટી બસનો પ્રોજેક્ટ અમલમાં મુકાશે અને તે રીતે આ પ પ્રોજેક્ટ શહેરીજનો માટે આશીર્વાદરૂપ બાબત બનશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT