પાલનપુર બ્રિજ દુર્ઘટના મામલે કન્સ્ટ્રક્શન કંપનીના 7 ડિરેક્ટર 4 એન્જિનિયર સામે સાપરાધ માનવવધનો ગુનો
Palanpur Bridge Accident: બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજનો સ્લેબ તૂટી પડતા 2 લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટના પર પહેલા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હતી.…
ADVERTISEMENT
Palanpur Bridge Accident: બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજનો સ્લેબ તૂટી પડતા 2 લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટના પર પહેલા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હતી. હવે બ્રિજ બનાવનારી જી.પી ચૌધરી કંપનીના જવાબદાર 11 લોકો સામે સાપરાધ માનવવધના ગુનાની ફરિયાદ નોંધવામાં આવી છે.
કંપનીના ડિરેક્ટર સામે ગુનો નોંધાયો
પાલનપુરમાં ઓવરબ્રિજ તૂટી પડવા મામલે બ્રિજ બનાવતી જી.પી કન્સ્ટ્રક્શન કંપનીના 7 ડિરેક્ટરો અને 4 એન્જિનિયરો મળીને કુલ 11 લોકો સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બ્રિજ પર મૂકેલા ગર્ડરની નીચે બેરિકેડિંગ કે ટ્રાફિક માર્શલ મૂકાયા નહોતા. આમ ગુનાહિત બેદરકારી દાખવતા બે લોકોના મોત થયા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
- ગણેશભાઈ પરથીભાઈ ચૌધરી- ડાયરેક્ટર
- પાર્થ ગણેશભાઈ ચૌધરી- ડાયરેક્ટર
- દલજીભાઈ પરથીભાઈ ચૌધરી- ડાયરેક્ટર
- મહેન્દ્રભાઈ ઘેમરભાઈ ચૌધરી-ડાયરેક્ટર
- વિપુલભાઈ દલજીભાઈ ચૌધરી-ડાયરેક્ટર
- દલીબેન ગણેશભાઈ ચૌધરી-ડાયરેક્ટર,
- તખીબેન દલજીભાઈ ચૌધરી- ડાયરેક્ટર
- જાલમારામ વણઝારા-બ્રિજના ટેસ્ટીંગ એન્જિનિયર
- સનીભાઈ મેવાડા-સાઇટ એન્જિનિયર,
- હાર્દિક પરમાર-સાઇટ એન્જિનિયર
- નમન મેવાડા-સાઇટ એન્જિનિયર
ઓવરબ્રિજનો સ્લેબ પડતા 2 યુવકોના મોત થયા હતા
બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસેથી અંબાજીને જોડતા હાઈવે પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું. સોમવારે બપોરે અચાનક બ્રિજનો સ્લેબ તૂટી પડતા કેટલાક વાહનો નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 2 યુવકો કાટમાળમાં દબાઈ જતા મોત થયા હતા. ઘટના બાદ સરકારે બનાવેલી 3 નિષ્ણાતો સભ્યોની ટીમ બ્રિજ તૂટવાનું સાચું કારણ જાણવા તપાસ માટે પહોંચી હતા.
ADVERTISEMENT
કંપનીના MDએ બેદરકારી બાદ વહાવ્યા મગરના આંસુ
GPC ઇન્ફ્રા કંપનીના MD ગણેશ ચૌધરીએ દુર્ઘટના બાદ નિવેદન આપ્યું હતું કે, જે કંઈ ઘટના બની તે ખૂબજ દુઃખદ છે. મૃતક બંને દીકરાઓ મારા દીકરા સમાન છે. મેં મારા દીકરા ગુમાવ્યા હોય એટલું જ મને દુઃખ છે. હું એમના પરિવારની પડખે જ ઉભો છું. સરકાર અને તપાસ એજન્સીઓને હું પૂરતો સહકાર આપીશ. હું ક્યાંય ભાગી નથી ગયો હું અહીંયા હાજર જ છું. બ્રિજ ઉપર 6 ગડર ચડાવેલા હતા જેના ક્રોસ ગડરની એક્ટિવિટી ચાલુ હતી તે દરમિયાન આ દુઃખદ ઘટના બની છે. કામગીરી દરમિયાન અમારા ત્રણ એન્જીનીયરો ત્યાં હાજર હતા. અમે પૂરતી સેફટીથી અને ગુણવત્તાયુક્ત કામ કર્યું છે.
2017માં અમદાવાદમાં આ જ કંપનીએ બનાવેલા તમામ રોડ ચોમાસા બાદ તૂટી જતા હલકી ગુણવત્તાના રોડ બનાવતા મ્યુનિ. કમિશનર દ્વારા તેને 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. ત્યારે આ જ કંપનીને પાલનપુરમાં બ્રિજ બનાવવાનું કામ કેમ સોંપવામાં આવ્યો તે મોટો સવાલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT