ધારાસભ્યના ભાઈને ફાયરિંગ પ્રેક્ટિસ કરાવવી પાદરાના PI કે.જે ઝાલાને પડી ભારે, જાણો શું થયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઇની ફાયરિંગ પ્રેક્ટિસથી વિવાદ સર્જાયો હતો . ત્યારે આજે આ મામલે પાદરાના PI કે.જે ઝાલાની બદલી કરવામાં આવી છે. એલ.બી તડવી બન્યા પાદરાના નવા પીઆઇ.

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઇને ફાયરિંગ પ્રેક્ટિસ માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના અંદાજે એક મહિના પહેલા બની હતી. ત્યારે ફાયરિંગ પ્રેક્ટિસમાં MLAના ભાઇ હરેન્દ્રસિંહે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો ખુલાસો થયો છે. વડોદરા જિલ્લાના પોલીસ માટેની ફાયરિંગ પ્રેક્ટિસ પાવાગઢ ખાતે કરવામાં આવે છે. ત્યારે ફાયરિંગ કેમ્પના ઇન્ચાર્જ સહિતનાના નિવેદનો આ ઘટના બાદ લેવામાં આવ્યા છે. જેમાં એ બાબતનું સમર્થન મળ્યુ છે કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઇ હરેન્દ્રસિંહ ઝાલા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ છે. ત્યારે હવે આ મામલે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

કે.જે ઝાલાને વડોદરા કંટ્રોલ રૂમ રિઝર્વ કરવામાં આવ્યા
ફાયરિંગ કરવા માટે પાદરા પોલીસના PI કે. જે. ઝાલા હરેન્દ્રસિંહ ઝાલાને સાથે લઇ ગયા હોવાનું સામે આવ્યુ છે. આમ તો વડોદરા જિલ્લા પોલીસનો જે ફાયરિંગ કેમ્પ છે તેમાં જો પોલીસ અધિકારીઓને પણ જવુ હોય તો ચોક્કસ નિયમોને અનુસરવા પડે છે. છતા પણ પાદરા પોલીસ સ્ટેશનના PI કે. જે. ઝાલા હરેન્દ્રસિંહ ઝાલાને અંદર લઈ ગયા હતા. જિલ્લા પોલીસ વડા રોહન આનંદના ધ્યાને આ બાબત આવતા તેમણે પીઆઇ કે. જે. ઝાલા પાસે આ બાબતે ખુલાસો માગ્યો છે. આ સાથે જ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા પાદરાના PI કે.જે ઝાલાની તત્કાલ અસરથી બદલી કરવામાં આવી છે. કે.જે ઝાલાને વડોદરા કંટ્રોલ રૂમ રિઝર્વ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT