પાદરાઃ યુવતીને બ્લેડથી સોરી લખવા મજબુર કરી, દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ
પાદરાઃ વડોદરાના પાદરામાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સ દ્વારા યુવતી સાથે મિત્રતા કેળવ્યા પછી તેની સાથે દુષ્કર્મ આચર્યાનો ગુનો નોંધાયો છે.…
ADVERTISEMENT
પાદરાઃ વડોદરાના પાદરામાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સ દ્વારા યુવતી સાથે મિત્રતા કેળવ્યા પછી તેની સાથે દુષ્કર્મ આચર્યાનો ગુનો નોંધાયો છે. આ મામલામાં પાદરા પોલીસે ગુનો નોંધીને આરોપી શખ્સની ધરપકડ કરી લીધી છે.
યુવતીની બહેનપણી પણ સંબંધ બાંધવા કરતી મજબુર
વડોદરાના પાદરા પોલીસ મથકમાં આજે એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ખાનગી કંપનનીમાં નોકરી કરતી યુવતી સાથે અલાઉદ્દીન ઈલિયાસ રાજેની મિત્રતા થઈ આ સંબંધ વધુ ઘાટા બન્યા પરંતુ જ્યારે અલાઉદ્દીન સાથે યુવતીને સંબંધથી અંતર કરવું હતું ત્યારે તે નારાજ થયો હતો. પીડિતાએ સંબધો કાપી નાખ્યા જે પછી તેને શખ્સ મારી નાખવાની ધમકી આપતો હતો. અહીં સુધી કે યુવતીને બ્લેડ વડે સોરી લખવા માટે તેણે મજબુર કરી હતી. આ સંબંધો માટે આ યુવકને યુવતીની બહેનપણીનો પણ ટેકો મળ્યો હતો. યુવતીની બહેનપણી પણ પીડિતાને સંબંધ બાંધવા મજબુર કરતી હતી. મહિલાએ આખરે હિંમત દાખવીને પોલીસ ફરિયાદ કરી હતી. જેના કારણે પાદરા પોલીસે યુવતીની ફરિયાદને આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તે યુવકની ધરપકડ કરી લીધી છે અને હવે તેના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.
(વીથ ઈનપુટઃ દિગ્વીજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT
ADVERTISEMENT