2002 ના તોફાનો સમયે ગુજરાત સરકારે એક્સપાયરીવાળી દવાઓ આપી હતી
અમદાવાદ : ચૂંટણી ટાણે તમામ પક્ષોની સાથે સાથે AIMIM પણ પોતાનું જોર અજમાવી રહી છે. ઓવૈસી પોતાના ઉમેદવારોનો પ્રચાર પ્રસાર કરવા માટે ગુજરાતની મુલાકાતે આવે…
ADVERTISEMENT
અમદાવાદ : ચૂંટણી ટાણે તમામ પક્ષોની સાથે સાથે AIMIM પણ પોતાનું જોર અજમાવી રહી છે. ઓવૈસી પોતાના ઉમેદવારોનો પ્રચાર પ્રસાર કરવા માટે ગુજરાતની મુલાકાતે આવે છે અને દર વખતે એક મમરો મુકીને જાય છે જેના કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવે છે. આજે તેમણે અમિત શાહના એક નિવેદનને ટાંકીને ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
મે આજે સાંભળ્યું કે, એમપીની સાથે અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું કે, 2002 માં અમે જે શિખ્યા હતા તેના પર ગજરાતમાં શાંતિ સ્થપાઇ છે. હું આ વિસ્તારના એમપીને કહેવા માંગુ છું કે ભારતે હોમ મિનિસ્ટરને કહેવા માંગુ છુ કે, તમે જે 2002 માં સબ શીખ્યા તે એ હતો કે, બિલકિસનો રેપ કરનારાઓને તમે છોડી મુક્યા. તમને જે સબક શીખ્યા કે બિલકિસની 3 વર્ષની પુત્રીની તેની માંની નજર સામે હત્યા કરી દેવામાં આવી. આ સબક તમે શીખ્યા
તોફાનોમાંથી તમે શીખ્યા કે, આ તમે એહસાન જાફરીની હત્યા કરવામાં આવી. તમે સબક શીખવ્યો કે, ગુલબર્ગા સોસાયટીને સળગાવી દેવામાં આવી. બેસ્ટ બેકરી કાંડ થયો તે તમે શીખવાડ્યું. આ તમે કરેલું બધુ અમે યાદ રાખીશું. અમિત શાહ સાહેબ, સબક શીખવવું જ બધુ નથી હોતું. વ્યક્તિ ત્યારે જ મજબુત બની શકે છે.અમે તે જ સમયે સૌથી વધારે મજબુત હોઇએ છીએ જ્યારે જુલ્મોનો ઇન્સાફ થાય છે. જ્યારે સાજા ગુનેગારોને જેલ મળે છે. તમે સબક શીખવવાની વાત કરો છો ત્યારે તે ભુલી જાઓ છો કે, પાવર કોઇની પાસે હંમેશા માટે નથી રહ્યો. એક દિવસ એવો આવે જ છે જ્યારે તમામ પાવર છીનવાઇ જાય છે.
ADVERTISEMENT
આજે તમે જે સત્તાના નશામાં ચુર થઇને સબક શીખવાડ્યાનું કહી રહ્યા છો તે એક દિવસ છિનવાઇ જશે. તમે એવો તે અમને શું સબક શીખવાડ્યો કે આખા ગુજરાતની બદનામી થઇ ગઇ. અમિત શાહ સાહેબ દિલ્હીમાં તોફાનો થઇ ગયા અને તમે સબકની વાત કરી રહ્યા છો. આ ખુબ જ હિનકક્ષાની રાજનીતિ ચલાવાઇ રહી છે.
2002 માં હું જુહાપુરા ડોક્ટર્સ અને ટીમ સાથે અહી આવ્યો હતો. અમારા હૈદરાબાદી ડોક્ટર્સે અનેક લોકોની સારવાર કરી હતી. અમારા આવ્યા બાદ સરકારી રેફ્યુજી કેમ્પમાં રહેલા લોકો પણ અમારા કેમ્પમાં આવવા લાગ્યા હતા. તે સમયે ગુજરાત સરકાર જે દવા આપતી હતી તે પણ એક્સપાયરી ડેટવાળી હતી. તમામ દવાઓ 6 મહિના જુની હતી. હું તમારુ દુખ સમજુ છું. તે તબક્કામાંથી પસાર થયા તે મને બધુ જ યાદ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT