એસટી-રેલવે સ્ટેશનો પર માનવમહેરામણ, ભાડામાં બે ગણો ઉછાળો
અમદાવાદ : દિવાળીના તહેવારો શરૂ થતા જ ગુજરાતના તમામ રૂટ પર હાલ ટ્રાફીક જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત મિનિ વેકેશનના કારણે લોકો પોત પોતાના…
ADVERTISEMENT
અમદાવાદ : દિવાળીના તહેવારો શરૂ થતા જ ગુજરાતના તમામ રૂટ પર હાલ ટ્રાફીક જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત મિનિ વેકેશનના કારણે લોકો પોત પોતાના વતન પરત ફરવા માટે ધસારો કરી રહ્યા છે. તો કેટલાક લોકો બહાર ફરવા જવા માટે ધસારો કરી રહ્યા છે. તેવામાં સરકારી ટ્રાન્સપોર્ટ તો ઠીક ખાનગી ટ્રાન્સપોર્ટમાં પણ ભારે ધસારો છે. ખાનગી વાહન ચાલકો અત્યારે બમણા ભાડાઓ વસુલી રહ્યા છે.
બસ-રેલવે સ્ટેશન પર મેળા જેવો માહોલ
શહેરનાં તમામ બસ,રેલવે, એરપોર્ટ સુદ્ધા ભીડ જોવા મળે છે. જો કે એસટી વિભાગ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે 2300 બસ મુકવામાં આવી છે તેમ છતા પણ ભીડ થઇ રહી છે. સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ઝાલોદ સહિત ગુજરાતનાં તમામ મોટા શહેરોથી વિવિધ જિલ્લાઓમાં સરળતાથી જઇ શકાય તે માટે આયોજન કરાયું છે. માત્ર અમદાવાદ ડેપો પરથી જ 700 થી વધારે બસો પ્રવાસીઓની સુવિધા માટે મુકવામાં આવી છે.
ખાનગી બસ સંચાલકોએ ભાડા બમણા કર્યા
ગીતામંદિરમાં તો જાણે મેળો ચાલી રહ્યો હોય તે પ્રકારની ભીડ જોવા મળી રહી છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોનાં બમણા ભાડાથી કંટાળેલા લોકો હવે એસટીમાં જવાનું પસંદ કરી રહ્યા છે. જો કે એસટીમાં પણ અગાઉથી બુકિંગ થઇ ગયા હોવાનાં કારણે એક્સ્ટ્રા બસ અથવા તો ઉભા ઉભા જવા માટે લોકો મજબુર બન્યા છે. વિવિધ ફરવા લાયક સ્થળો પર હોટલોના ભાડા પણ બમણાથી ત્રણ ગણા થઇ ચુક્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT