બે વર્ષમાં ગુજરાતમાં અંગદાન 448થી વધી 817 થયું: MP પરિમલ નથવાણીના સવાલનો મળ્યો આ જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં 31 ડિસેમ્બર, 2022 સુધીમાં અંગ દાનની સંખ્યા વધીને 817 થઈ ગઈ છે જે 2020 કેલેન્ડર વર્ષના અંત સુધીમાં 448 કેસ છે. આ સમયગાળા દરમિયાન, ગુજરાતમાં 345 કેસમાંથી જીવિત વ્યક્તિઓ તરફથી અંગ દાનના સંકલ્પની સંખ્યા વધીને 669 થઈ ગઈ છે, જ્યારે 2020ના અંત સુધીમાં 103 કેસથી 2022ના અંત સુધીમાં મૃત વ્યક્તિઓના અંગોનું દાન વધીને 148 થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન અખિલ ભારતીય ધોરણે, અંગ દાનની કુલ સંખ્યા 7519 થી વધીને 13,695 કેસની થઈ ગઈ છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના સવાલના જવાબમાં રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેન્દ્રીય મંત્રી દ્વારા આ જવાબ આપવામાં આવ્યો હતો.

કોરોનાનો હાહાકાર H3N2 વાયરસ પણ બની રહ્યો છે જીવલેણ: બેવડા જોખમથી બચવા અજમાવો આ ઉપાય

મંત્રી દ્વારા અપાઈ પ્રતિજ્ઞાઓની આંકડાકીય માહિતી
મંત્રાલયે એવું પણ કહ્યું કે, અંગ દાન માટે નોંધાયેલ પ્રતિજ્ઞાઓની દ્રષ્ટિએ, ગુજરાતમાં 8,996 પ્રતિજ્ઞાઓ હતી જ્યારે સમગ્ર દેશમાં કુલ સંકલ્પોની સંખ્યા 4,48,582 હતી.આ માહિતી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારે 14 માર્ચે રાજ્યસભામાં સંસદ સભ્ય પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આપી હતી.

ADVERTISEMENT

અંગદાનને પ્રોત્સાહન આપવા શું કર્યુંઃ પરિમલ નથવાણી
પરિમલ નથવાણીએ દેશમાં અંગદાનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાં તેમજ ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા અંગ દાન થયા છે અને કેટલા લોકોએ અંગદાન માટે લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે વિશે જાણવા સવાલ કર્યો હતો. મંત્રીના નિવેદન મુજબ ભારતમાં અંગદાન અંગે જાગૃતિ વધારવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમાં NOTTO (નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન), ROTTO (પ્રાદેશિક અંગ અને ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) અને SOTTOs (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા બહુવિધ ભૌતિક, ટીવી, ડિજિટલ અને સોશિયલ મીડિયા ચેનલો અને કાર્યક્રમો દ્વારા માહિતીનો પ્રસાર સામેલ છે.

અમદાવાદઃ ઈતિહાસનું સૌથી મોટું અપહરણ, 19 લોકોનું કિડનેપીંગ અને કરોડોની જમીનનો મામલો

તેમણે કહ્યું કે, સરકારે મૃત દાતા પાસેથી અંગ પ્રત્યારોપણની જરૂર હોય તેવા દર્દીઓની નોંધણી માટે રાજ્યની નિવાસી જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, નવી સરકારની માર્ગદર્શિકા મુજબ, મૃત દાતા અંગ મેળવવા માટે નોંધણી માટેની પાત્રતા માટેની 65 વર્ષની ઉપલી વય મર્યાદા દૂર કરવામાં આવી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT