સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ! અમદાવાદમાં 24 કલાક પહેલા બનેલા રોડનો ડામર પેનથી ઉખડવા લાગ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેના પગલે હાલમાં રોડ-રીસરફેસિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ નવા રોડની ગુણવત્તા નબળી હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે અને નવા બનેલો રોડનો ડામર 24 કલાકમાં જ પેનથી ઉખડી જતો હોવાનો આક્ષેપ કરાયો છે.

નવા બનેલા રોડની ગુણવત્તા સામે વિપક્ષનો સવાલ
AMCના વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, ડ્રાઈવ-ઇન રોડથી માનવ મંદિર જવાના રસ્તાની ગુણવત્તાની તપાસ કરતા એક દિવસ પહેલા બનેલા રોડનો ડામર પેનથી ઉખડી ગયો. તેમણે કહ્યું કે, હું AMCના કમિશનર, મેયરને બતાવવા માગુ છું કે અમદાવાદમાં 1-1 હજારના રોડ કેવી રીતે તૂટી જાય છે. આ રોડ કાલે જ AMCએ બનાવ્યો હતો. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર AMCના રોડના કામમાં આટલા માટે થાય છે.

ADVERTISEMENT

ચોમાસામાં શહેરમાં ઠેર-ઠેર ખાડાનગરી જેવી સ્થિતિ
નોંધનીય છે કે, શહેરભરમાં ચોમાસા દરમિયાન રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. વરસાદમાં ધોવાઈ ગયેલા રસ્તાથી વાહન ચાલકો ત્રાસી ગયા છે, ઘણીવાર રોડ પરના ખાડાના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. એવામાં રોડની કામગીરી તો કરવામાં આવી રહી છે પણ તેમાં પણ નબળી ગુણવત્તા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT