સરકારથી વિરુદ્ધ રહેલું સૌરાષ્ટ્ર હવે કઈ પાર્ટીને આવકારશે? જુઓ આ ચેનલના સર્વેમાં શું છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે જ્યારે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. બીજા તબક્કાનું મતદાન આગામી 5 ડિસેમ્બરે થવાનું છે અને તેના પરીણામોની જાહેરાત 8 ડિસેમ્બરે થવાની છે. દરમિયાનમાં ગુજરાતની રાજકીય સ્થિતિને જોતા અગાઉ કરતાં ઘણું બદલાયું છે. હવે ચૂંટણી જંગમાં માત્ર ભાજપ, કોંગ્રેસ જ પ્રમુખ પાર્ટીઓ નથી રહી. તેમાં આમ આદમી પાર્ટીનો પણ ઉમેરો થયો છે કે જે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, જોકે દાવો તો કોંગ્રેસ પણ કરે છે પોતાની સરકારનો અને ભાજપ પણ. પરંતુ આ તમામ દાવાઓ વચ્ચે મતદારોનો પવન કઈ દિશામાં છે તેને કળવો મુશકેલ બની રહ્યો છે. હાલમાં જ એબીપી ન્યૂઝ ચેનલ દ્વારા એક સી વોટર ઓપીનીયન પોલ કરવામાં આવ્યો. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો પૈકી ભાજપ 38થી 42 સીટો લઈ જાય છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ પોલના પરિણામમાં રીતસરની જંગ જોવા મળી છે.

કઈ પાર્ટીને કેટલી બેઠક
આ પોલ પ્રમાણે જોઈએ તો 54 બેઠકોમાંથી અન્ય 1 બેઠક લઈ જાય છે જ્યારે 4થી 8 બેઠક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 7થી 9 બેઠક પર કબજો જમાવી શકે છે. મતલબ કે સીધી રીતે આ બેઠકો પર પણ જંગ આપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળે છે. મહત્તમ બેઠકો સાથે બંને પૈકીની કોઈ પણ પાર્ટીઓ નજીક પણ આવી શકી નથી.

કયો મુદ્દો લોકોનો સળગતો પ્રશ્ન
ઉપરાંત ચેનલના પોલ પ્રમાણે જોઈએ તો ભાજપ પાસે અહીં વોટ શેર હવે 41.9 ટકા, આમ આદમી પાર્ટી પાસે 27.80 ટકા, કોંગ્રેસ પાસે 23.50 ટકા જ્યારે અન્ય પાસે 6.7 ટકા વોટ શેર હોવાનું દર્શાવાયું છે. દરમિયાન તેમણે આ 54 બેઠકો પર સૌથી વધુ સળગતા મુદ્દાઓ પર વાત કરી છે ત્યારે અહીં બેરોજગારી સૌથી મોટો સળગતો પ્રશ્ન હોવાનું સામે આવ્યું છે જ્યારે ભ્રષ્ટાચાર, મોંઘવારી અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર સમસ્યાઓ લોકો ઓછી અનુભવતા હોય તેવું દર્શાવાયું છે.

ADVERTISEMENT

નરેન્દ્ર વ્હાલા કે ભુપેન્દ્ર
તેમણે વર્તમાન સરકારની કામગીરી કેટલી સારી છે તેની ટકાવારી આપવા અંગે પણ સર્વે કર્યો તેમાં સરકારની કામગીરી સારી હોવાનું 46.9 ટકા લોકો દર્શાવે છે, ખરાબ હોવાનું 30.5 ટકા અને સરેરાશ હોવાનું 22.6 ટકા લોકો જણાવી રહ્યા છે. મુખ્યમંત્રીની કાર્યને પણ 46.1 ટકા લોકોએ સારું કહ્યું છે. ખરાબ કામગીરી કહેનારા 27.1 ટકા છે જ્યારે સરેરાશ કામગીરી માનનારા પણ 26.8 ટકા લોકો છે. જોકે તેની સામે પ્રધાનમંત્રીના કાર્યને લોકોએ સારા કહ્યા છે. 63 ટકા લોકોએ પ્રધાનમંત્રીના પર્ફોમન્સને સારું કહ્યું છે, 20.1 ટકા લોકોએ ખરાબ કહ્યું છે જ્યારે સરેરાશ કામગીરી માનનારા 14.6 ટકા લોકો છે.
(અહેવાલ એબીપી ન્યૂઝના સીવોટર ઓપિનિયન પોલને આધારિત છે)

    follow whatsapp

    ADVERTISEMENT