બોટાદમાં દલિત આગેવાનની હત્યાના સાક્ષી દલિત યુવકની પણ હત્યા, મેવાણીએ કહ્યું- ‘ગુજરાત દલિતોનું નવું નર્ક’ 

ADVERTISEMENT

gujarattak
social share
google news

Botad News: બોટાદના રાણપુર તાલુકામાં દલિત વ્યક્તિની હત્યાના કેસમાં એકમાત્ર સાક્ષી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાક્ષીનું પણ મોત થયું છે. ઘટના બાદ મૃતકના પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તો ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

દલિત આગેવાનની હત્યાના સાક્ષીની પણ હત્યા

વિગતો મુજબ, રાણપુર તાલુકાના જાળીલા ગામમાં 4 વર્ષ પહેલા ગામના ડેપ્યુટી ચરપંચ માનજીભાઈ સોલંકીની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા કેસમાં રાણપુરના જ બગડ ગામના દલિત યુવાન રાજુભાઈ મકવાણા સાક્ષી થયા હતા. ત્યારે સાક્ષીની દાઝ રાખીને 6 સપ્ટેમ્બરે રાજુભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવતા તેમને ગંભીર હાલતમાં ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે મોડી રાત્રે તેમનું નિધન થયું હતું.

ADVERTISEMENT

જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને સરકારને ઘેરી

સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને સરકાર પર આક્ષેપ કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું, ગુજરાત-દલિતોનું નવું નરક. જૂન મહિનામાં રાજ્યના બોટાદ જિલ્લાના જડીલા ગામના ડેપ્યુટી સરપંચ મનજીભાઈ સોલંકીએ કહ્યું હતું કે, તેમની હત્યા થઈ શકે છે, તેમ છતાં તેમને પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં આવી ન હતી, આખરે તેમની હત્યા થઈ હતી. ગત રાત્રે તેની હત્યાના એકમાત્ર સાક્ષી રાજેશ મકવાણાની પણ હત્યા કરવામાં આવી હતી. આવી 9મી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં દલિત સમાજના એક વ્યક્તિએ આગળ આવીને પ્રશાસન પાસે રક્ષણની માંગ કરી હતી, પરંતુ ન તો સરકાર, ન પોલીસ, કોઈએ તેની વાત સાંભળી નહીં. પરિણામે તેની હત્યા કરવામાં આવી છે.

સ્વજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી

તો બીજી તરફ રાજુભાઈની હત્યા બાદ પરિજનોએ તેમનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. દલિત સમાજના આગેવાનો તેમજ પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમની માંગણી છે કે SPની બદલી કરવામાં આવે અને તેમને યોગ્ય ન્યાય આપવામાં આવે. ઘટનાને પગલે બોટાદ SP, DySP તથા LCBનો કાફલો જાળીલા ગામે પહોંચી ગયો છે.

ADVERTISEMENT

(રઘુવીર મકવાણા, બોટાદ)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT