માત્ર નહેરૂને મળેલો રાજદંડ હવે PM મોદીને મળશે, જાણો શું છે ભારતીય રાજવંશ સાથે જોડાયેલા આધીનમની વાત

ADVERTISEMENT

Adhinam story of india
Adhinam story of india
social share
google news

નવી દિલ્હી : નવી સંસદમાં એક નવું જ નજરાણુ ઉમેરાવા જઇ રહ્યું છે. ઉદ્ધાટન સમયે પીએમ મોદીને તમિલનાડુથી આવેલા વિદ્વાનો પીએમ મોદીને સેંગોલ સોંપશે. આ એક પ્રકારનો રાજદંડ છે. 15 ઓગસ્ટ, 1947 ની મધરાત્રે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરૂને સોંપવામાં આવ્યો હતો. ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર ભારતના અંતિમ વાયસરોય લોર્ડ માઉન્ટબેટને નેહરૂને પીએમ બન્યાના થોડા દિવસો પહેલા પુછ્યું હતું કે, તમે દેશની આઝાદીને કોઇ ખાસ પ્રકારના પ્રતિક દ્વારા સેલિબ્રેટ કરવા માંગે તો ઇચ્છા જણાવે. નેહરુએ ભારતના ખુબ જ જાણીતા સ્વતંત્ર સેનાની સી.રાજગોપાલાચારીની પાસે ગયા હતા. રાજગોપાલાચારી મદ્રાસના સીએમ રહી ચુક્યા હતા, તેમને પરંપરાઓની ઓળખ હતી. તેમણે નેહરૂને અભ્યાસ કર્યા બાદ રાજદંડ ભેટ કરવાની તમિલ પરંપરા અંગે માહિતી આપી હતી.

જેમાં રાજ્યનો મહાનાયક (રાજગુરુ) નવા રાજાને સત્તા ગ્રહણ કરવા અંગે એક રાજદંડ ભેટ કરે છે. પરંપરા અનુસાર રાજગુરૂ, થિરુવદુથુરૈ અધીનમ મઠ હોય છે. રાજગોપાલાચારીએ સલાહ આપી કે, તમારા પીએમ બન્યા બાદ માઉન્ટબેટન તમને આ રાજદંડ સ્વતંત્રતા અને સત્તા હસ્તાંતરણના પ્રતિક તરીકે આપી શકે છે. નેહરૂ તૈયાર થઇ ગયા અને તત્કાલ રાજગોપાલાચારીને તેની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ આપી દીધી હતી. રાજગોપાલાચારીએ થિરુવદુથુરૈ અધીનમ મઠનો સંપર્ક કર્યો હતો.

જો કે મઠનો સંપર્ક કરતા માહિતી મળી હતી કે, તેમના 20 મા રાજગુરૂ શ્રી લા શ્રી અમ્બાલાવન દેસિકા સ્વામીગલ બીમાર છે. દિલ્હીથી દુર તેમને જ્યારે માહિતી મળી કે, તેમણે જવાબદારી સ્વીકાર કરી અને તે સમયે મદ્રાસના એક જવેરીને સોનાનો રાજદંડ બનાવવાની જવાબદારી સોંપી હતી. આ રાજદંડ પર નંદીની આકૃતિ બનાવવા પણ જણાવ્યું હતું. તબિયત ખરાબ થવા છતા તમામ વ્યવસ્થા કરાવ્યા બાદ રાજગુરૂએ પોતાના પ્રતિનિધિ શ્રી લા શ્રી કુમારસ્વામી થમ્બિરનને દિલ્હી મોકલવા માટે તૈયાર કર્યા હતા. તેઓ મઠના મણિકમ ઓધુવાર (મઠના પુજારી) ના પદ પર હતા. બે અન્ય પ્રતિનિધિઓની સાથે રાજદંડને દિલ્હી લાવવા માટે જવાહરલાલ નેહરૂએ એક વિશેષ વિમાનની વ્યવસ્થા કરી હતી.

ADVERTISEMENT

14 ઓગસ્ટ, 1947 ની રાત્રે 11.45 વાગ્યે એટલે કે આઝાદી મળ્યાના 15 મિનિટ પહેલા મઠના પુજારીએ રાજદંડ માઉન્ટ બેટનને સોંપ્યો હતો. ત્યાર બાદ લોર્ડ માઉન્ટ બેટને ફરી રાજદંડ પુજારીને સોંપ્યો અને પુજારીઓ દ્વારા ફરી એકવાર ગંગા જળના છંટકાવ દ્વારા વિધિ વિધાન પુર્વક નહેરૂજીને સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શૈવ સમાજના સંદત થિરુગનાના સાબંથર દ્વારા લખેલા ભજન પણ ગાયા અને પછી તેને નેહરૂને ભેટ આપ્યા હતા. ત્યાર બાદ નેહરૂના માથા પર રાખ લગાવીને માળા પહેરાવી હતી. પુજારીએ ભજનનો અંતિમ છંદ ગાઇને પુર્ણ કરી હતી. અંતિમ પંક્તિ હતી અદિયાર્ગલ વૈનિલ અરસલવાર અનાઇ નમથે (અમે આજ્ઞા આપીએ છીએ કે તેમની વિનમ્રતા સ્વર્ગ પર શાસન કરશે)

આ સેરેમની બાદ આ રાજદંડ અલ્હાબાદ સંગ્રહાલયમાં મુકી દેવાયો હતો. 1978 માં કાંચી મઠના મહા પેરિયવા (વરિષ્ઠ જ્ઞાતા) એ આ ઘટનાને એક શિષ્યને જણાવ્યું. ત્યાર બાદ મે તેને પ્રકાશિત કરી હતી. કહાનીને તમિલ મીડિયાને મહત્વ આપ્યું અને જીવીત રાખ્યા હતા. આ ગત્ત વર્ષે તમિલનાડુમાં આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે એકવાર ફરીથી સામે આવી હતી. પીએમ મોદી પણ તેનાથી પ્રભાવિત થયા. તેમણે ગહન તપાસનો આદેશ આપ્યો. ત્યાર બાદ નક્કી કર્યું કે, તેને નવી સંસદમાં સ્પીકરની કુર્સી પાસે રાખવામાં આવશે. નવી સંસદના ઉદ્ધાટન પ્રસંગે આ સમગ્ર વિધિ વિધાનથી પીએમ મોદીને સોંપવામાં આવશે.

ADVERTISEMENT

સેંગોલની નવી વેબસાઇટ અનુસાર 15 ઓગસ્ટ, 1947 ની ભાવનાને દોહરાવતા આ જ સમારોહ 28 મે, 2023 ના રોજ નવી દિલ્હીમાં સંસદ પરિસરમાં જીવંત કરવામાં આવશે. દિલ્હીમાં આ પ્રસંગે તમિલનાડુના અનેક ધાનીનમોના પ્રણેતા હાજર રહેશે. તેઓ અનુષ્ઠાનમાં ભાગ લેશે અને કોલારુ પદીગમનું ગાન કરશે. તેઓ અનુષ્ઠાનમાં ભાગ લેશે અને કોલારુ પદિગમ ગાશે. સેંગોલને ગંગા જળ દ્વારા શુદ્ધ કરવામાં આવશે. જેવું કે પહેલા પણ કરવામાં આવ્યું હતું. તેને એક પવિત્ર પ્રતિક તરીકે વડાપ્રધાન મોદીને સોંપવામાં આવશે.

ADVERTISEMENT

ભારતમાં સેંગોલ એટલે કે રાજદંડના ઉપયોગની શરૂઆતના પુરાવા
સેંગોલ એટલે કે સમૃદ્ધિનો પ્રતિક રાજદંડ. આ જેને મળે છે તેની પાસે નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ શાસનની આશા રાખવામાં આવે છે. સેંગોલનો પ્રથમ પ્રયોગ મોર્ય સામ્રાજ્યમાં થયો હોવાનો પુરાવા મળે છે. ત્યાર બાદ ગુપ્ત સામ્રાજ્ય, ચોલા સામ્રાજ્ય અને વિજયનગર સામ્રાજ્યમાં પણ સેંગોલનો ઉપયોગ કરવામાં આવ્યો. માનવામાં આવે છે કે, મુગલો અને અંગ્રેજોએ પણ સેંગોલનો ઉપયોગ પોતાના અધિકારના પ્રતિક તરીકે કર્યો હતો. 1961 માં ચાર્લ્સ દ્વિતિયના રાજ્યાભિષેક માટે ઇંગ્લેન્ડની રાનીનો સોવરેન્સ ઓર્બ બનાવાયો હતો. તે 362 વર્ષ બાદ આજે પણ રાજ્યાભિષેકના સમયે નવા રાજા અથવા રાણીને સોંપવામાં આવે છે. આ એક સોનાથી બનેલો વૃત છે. જેના પર ક્રોસ ચડેલો છે. જે સમ્રાટને તે યાદ અપાવે છે કે,તેની શક્તિ ભગવાન પાસેથી લેવામાં આવે છે.

મેસોપોટામિયા
– મેસોપોટામિયા સભ્યતામાં રાજદંડને ગુદરૂ કહેવામાં આવ્યું છે.
– આ સભ્યતામાં તેને દેવતાઓની સત્તા અને તેમની શક્તિઓના પ્રતિક તરીકે માનવામાં આવે છે.
– મેસોપોટામિયાની પ્રાચિન મુર્તિઓ અને ત્યાના અભિલેખોમાં તેનો ઉલ્લેખ મળે છે

ગ્રીક રોમન
– ગ્રીક રોમન પરંપરામાં જેયુસ અને ઓલમ્પસ જેવા દેવતાઓની શક્તિઓની નિશાની તરીકે તેની સાથે એક લાંબો રાજદંડ માનવામાં આવતો હતો
– જજ, મિલેટ્રી લીડર્સ, પુરોહિત અને રાજ્યના શક્તિશાળી લોકો રાજદંડનો ઉપયોગ કરતા હતા આ તેમની શક્તિનું પ્રતિક માનવામાં આવતું હતું.
– રોમન સામ્રાજ્યના રાજા હાથીદાંતથી બનેલા સેપટ્રમ અગસ્તી નામના રાજદંડનો ઉપયોગ કરતા હતા

ઇજિપ્ત
– પ્રાચિન ઇજિપ્ત એટલે કે ઇજીપ્તમાં પણ રાજદંડ શક્તિ અને સત્તાનું પ્રતિક હતું. વાજ નામના રાજદંડનો ઉલ્લેખ ત્યાંના અભિલેખોમાં પણ મળે છે.

    follow whatsapp

    ADVERTISEMENT