અંજારમાં પાગલ પ્રેમીએ મા-દીકરીને બંધક બનાવ્યા, 5 વર્ષની બાળકીના ગળે છરી મૂકી માતા પર દુષ્કર્મ આચર્યું
કચ્છ: કચ્છના અંજારમાં સુરતમાં થયેલા ગ્રીષ્મા હત્યા જેવી ઘટના બનતા બનતા સહેજમાં રહી ગઈ. અહીં 15 કેસમાં રીઢા આરોપીએ એક તરફી પ્રેમમાં પરિણીતાના ઘરમાં ઘુસીને…
ADVERTISEMENT
કચ્છ: કચ્છના અંજારમાં સુરતમાં થયેલા ગ્રીષ્મા હત્યા જેવી ઘટના બનતા બનતા સહેજમાં રહી ગઈ. અહીં 15 કેસમાં રીઢા આરોપીએ એક તરફી પ્રેમમાં પરિણીતાના ઘરમાં ઘુસીને તેની દીકરીના ગળે છરી મુકી મા-દીકરાને બંધક બનાવ્યા બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ ઘરના દરવાજા પર લોક કરી દેતા સ્થળ પર પહોંચેલી પોલીસ લાચાર બની ગઈ હતી અને તેને સમજાવીને આખરે દરવાજો ખોલાવી આરોપીને પકડી લીધો હતો.
બારીનો કાચ તોડી ઘરમાં ઘૂસ્યો આરોપી
અંજારમાં પરિણીતા પોતાના ઘરમાં બપોરના સમયે બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. જ્યારે તેની નાની બહેન નોકરી પર હતી. અને ઘરમાં નાની બાળકી રમી રહી હતી. આ દરમિયાન આરોપી ધર્મેશ ટાંક ત્યાં આવ્યો અને બારીનો કાચ તોડીને દરવાજાનો નકુચો ખોલીને અંદર આવ્યો હતો. બાદમાં તેણે બાળકીના ગળા પર છરી મૂકતા તે બુમાબુમ કરવા લાગી જેથી તેની માતા બહાર આવી આબાદ ધમાએ છરીની અણીએ મહિલાને પપડા ઉતરાવ્યા અને તેની સાથે દુષ્કર્મ આચર્યું.
દુષ્કર્મ બાદ 10 હજારની ખંડણી માગી
દુષ્કર્મ બાદ તેણે પીડિતાની નાની બહેનને ફોન કર્યો અને તેની સામે નોંધાવેલા અગાઉના તમામ કેસ પાછા ખેંચી લેવા માટે ધમકી આપી અને કેસ ન પાછા ન ખેંચવા પર તેની મોટી બહેન અને ભત્રીજીને પતાવી દેવાની ધમકી આપી. સાથે 10 હજાર રૂપિયાની ખંડણીની પણ માગણી કરી. આથી પીડિતાની નાની બહેને તરત પોલીસને ફોન કરીને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચતા ઘરને દરવાજો અંદરથી બંધ હોવાથી તે માત્ર પ્રેક્ષક બની ગઈ. આખરે કલાકો બાદ ધમાને સમજાવીને દરવાજો ખોલાવી તેને પોલીસે પકડી લીધો હતો.
ADVERTISEMENT
10 વર્ષથી પરિણીતાને હેરાન કરે છે આરોપી
ચોંકાવનારી વાત એ છે કે આરોપી ધમો છેલ્લા 10 વર્ષથી પીડિતાને આ રીતે હેરાન કરતો હતો અને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. અગાઉ 2013માં પણ તેણે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે પણ પોલીસ ફરિયાદ થઈ જોકે ધમો જામીન પર છૂટી ગયો હતો. દરમિયાન પીડિતાએ અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા આરોપી તેના સાસરીમાં જઈને પણ ધમકી આપતો હતો. આથી પીડિતાનું લગ્ન જીવન તૂટી જતા તે બહેન સાથે પિયરમાં રહેવા આવી ગઈ. જોકે ત્યાં પણ ધમો તેને હેરાન કરવા માટે આવી ગયો.
આમ પીડિતાએ અનેક વખત પોતાના પર થતા અત્યાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, આરોપીએ કાયદાને મજાક બનાવી રાખ્યો હોય તેમ દર વખતે કોઈને કોઈ રીતે જામીન પર છૂટીને ફરીથી તેને હેરાન કરીને ધમકીઓ આપવા લાગે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT