ગુજરાતમાંથી વધુ એક મહાઠગ પકડાયો, IAS અધિકારી બની લોકો પાસેથી પડાવી લીધા લાખો રૂપિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાંથી કિરણ પટેલ જેવો વધુ એક મહાઠગ પકડાયો છે. PMOના સીનિયર IAS અધિકારીની ઓળખ આપીને લોકો પાસેથી નોકરીના બહાને પૈસા પડાવનારા ઠગ સુધાકર પાંડેની સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ટ્રુ કોલરમાં પણ પોતાનું નામ IAS અધિકારી તરીકે રાખ્યું હતું અને જુદી જુદી કંપનીઓમાં ફોન કરીને 8 જેટલા લોકો પાસેથી 15 લાખ જેટલા રૂપિયા પડાવી લીધા હતા.

ટ્રુ કોલરમાં IAS અધિકારી નામ રાખતો
અમદાવાદ તેમજ આસપાસની કેટલીક કંપનીઓમાં થોડા દિવસથી એક IAS અધિકારી ફોન કરતો હતો અને પોતાનું નામ સુધાકર પાંડે જણાવતો અને પોતે ગુજરાત સરકારમાં સિનિયર IAS અધિકારી હોવાનું જણાવતો હતો. સામેની વ્યક્તિને વિશ્વાસ આવી જાય એટલે ટ્રુ કોલરમાં પણ IAS નું નામ સેવ કરીને રાખ્યું હતું. કંપનીના માલિકને ફોન કરીને તે તેમના સગાઓને નોકરી આપવાની વાત કરતો. જોકે કેટલા લોકોને શંકા જતા સાઈબર ક્રાઈમને જાણ કરી હતી.

લોકોને વિશ્વાસમાં લઈ નોકરી અપાવવાના બહાને પૈસા પડાવતો
ઑજેના આધારે પોલીસે તપાસ કરતા ફોન કરનાર વડોદરાનો રહેવાસુ સુધાકર પાંડે હોવાનું સામે આવ્યું હતું. આરોપીની ધરપકડ કરીને પૂછપરછમાં તેણે 7થી 8 જેટલી કંપનીઓમાં ફોન કરીને IASની ઓળખ આપી નોકરીની વાત કરી હતી અને 15થી 16 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું કબૂલ્યું હતું. તેની મોડસ ઓપરન્ડી પણ મહાઠગ કિરણ પટેલ જેવી હતી, જે લોકોને IAS અધિકારી હોવાનું કહીને રોફ મારતો અને વિશ્વાસમાં લઈને પૈસા પડાવતો હતો. હાલમાં પોલીસને શંકા છે કે તેણે વધુ લોકોને પોતાના શિકાર બનાવ્યા હોઈ શકે છે, ત્યારે તેની પૂછપરછ કરીને વધુ પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરાઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT