લ્યો બોલો હવે નકલી IAS ઓફિસર ઝડપાયો, કરી ચૂક્યો છે આ કાંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં નકલી પીએમઓ ઓફિસર બાદ હવે નકલી IAS ઓફિસર ઝડપાયો છે. રાજ્યમાં એક બાદ એક નકલી અધિકારીઓ ઝડપાઇ રહ્યા છે. ત્યારે વધુ એક નકલી IAS અધિકારીની સાયબર ક્રાઇમ સેલે અટકાયત કરી છે. લોકોને પોતાની ખોટી ઓળખ આપી અને રોજગાર અપાવવાના નામે છેતરપિંડી કરતાં નકલી IAS ઓફિસર ઝડપાયો છે.

સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે, અવિનાશ પાંડે ઉર્ફે સુધાકર દલસિંગાર પાંડે નામનો ઇસમ પોતાને સીનીયર IAS ઓફિસર તરીકેની ઓળખ આપી True caller માં પોતાની ખોટી ઓળખ રાખી હતી. અવિનાશ પાંડે ઉર્ફે સુધાકર દલસિંગાર પાંડે તેના સગા સબંધીઓને રોજગાર અપાવવા માટે જુદી જુદી નામાંકિત કંપનીઓના ટેલીફોન સંપર્ક ઓનલાઇન સર્ચ કરી મેળવી લેતો હતો. આ સાથે જ જે તે કંપનીઓનો સંપર્ક કરી ખોટુ નામ ધારણ કરી છેતરપીંડી કરતો હતો. ત્યારે બાતમીના આધારે આરોપી સુધાકર દલસિંગાર પાંડેની અટકાયત કરી છે.

જાતે જ ઊભી કરી IASની ઓળખ
સારી નોકરી મળી રહે તે માટે નામાંકિત કંપનીઓની માહિતી એકત્રિત કરી તે કંપનીનો ટેલીફોનિક સંપર્ક કરી પોતે સીનીયર IAS ઓફિસર તરીકેની ઓળખ આપતો હતો. તેના સગા સબંધીઓને રોજગાર અપાવવા સારુ ભલામણ કરતો હતો અને કેટલાક કિસ્સામાં પોતાને સારી એવી નોકરી મળી રહે તે માટે જુદી જુદી કંપનીઓમાં ઇન્ટરવ્યુ પણ આપી આવેલ છે. આ તમામ પ્લાનીંગ તેણે પોતે જ કરેલ છે. અને પોતાની સીનીયર IAS તરીકેની ઓળખ True caller ઉપર જાતે જ મૂકી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT