વધુ એકનું મોત, ફરજ પર જઈ રહેલ GRD જવાનને આવ્યો હાર્ટ એટેક
બોટાદ: રાજ્યમાં દિન પ્રતિદિન નાની ઉંમરના યુવાઓમાં હાર્ટ એટેકની ઘટના સતત વધી રહી છે. ક્યારેક ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી…
ADVERTISEMENT
બોટાદ: રાજ્યમાં દિન પ્રતિદિન નાની ઉંમરના યુવાઓમાં હાર્ટ એટેકની ઘટના સતત વધી રહી છે. ક્યારેક ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તો ક્યારેક સ્કૂટર પર કે કારમાં હાર્ટ એટેક આવ્યો હીવની ઘટના સામે આવી ચૂકી છે. આ દરમિયાન વધુ એક વ્યક્તિનો હાર્ટ એટેકે ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. ગઢડાના GRD જવાનને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે
નાની ઉંમરના યુવાઓમાં હાર્ટ એટેકથી મોતનાં બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગઢડામાં આવી વધુ એક ઘટના સામે આવી છે. ગઢડાના GRD જવાનને એટેક આવતા મૃત્યુ થયું છે. રાત્રે નાઈટમા ફરજ પર જવા ઘરેથી નીકળ્યા બાદ તેઓ ગોરડકા ગામના બસ સ્ટેન્ડ પર પહોંચતા એટેક આવ્યો હતો. જે બાદમાં તેમનુ મોત થયું છે. GRD જવાન કાનજીભાઈ વાળા રાત્રે નાઈટમા ફરજ પર જવા ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન ગોરડકા ગામના બસ સ્ટેન્ડ પર પહોંચતા તેમણે હાર્ટ એટેક આવતા બાદ તેમનુ મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે સુરતમાં એક સાથે બે લોકોના મોત થઈ ચૂક્યા હતા. ત્યારે સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. બંને વ્યક્તિ અલગ અલગ સોસાયટીના રહેવાથી છે. ટીવી જોતા જોતા બંનેને હાર્ટ એટેક આવતા મોતની નીપજ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT