અમદાવાદમાં તોડબાજ પત્રકાર સામે વધુ એક પોલીસ ફરિયાદ, મણીનગરના સ્કૂલ સંચાલક પાસે 10 લાખ માગ્યા હતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં RTEના નામે સ્કૂલના સંચાલકો પાસેથી લાખો રૂપિયાનો તોડ કરનારા પોલ ખોલ યુ-ટ્યુબ ચેનલના માલિક આશિષ કંજારિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. આરોપ છે કે આશિષે મણિનગરમાં આવેલી એજ્યુનોવા સાયન્સ સ્કૂલના સંચાલકને સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી અને તેમની પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. હાલમાં આરોપી આશિષની ધરપકડ કરી લેવામાં આવી છે અને તે પોલીસ રિમાન્ડ પર છે. બીજી તરફ આરોપીની ધરપકડ સમયે તે દારૂના નશામાં હોવાથી આ મામલે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ છે.

30થી વધુ સ્કૂલોના ટ્ર્સ્ટીઓને ધમકાવ્યા
પોતાને પત્રકાર અને RTI એક્ટિવિસ્ટ બતાવતા આશિષે 2017થી અમદાવાદ શહેર તથા જિલ્લામાં આવેલી 30થી વધુ સ્કૂલોના ટ્રસ્ટીઓને પોલ ખોલ યુ-ટ્યુબ ચેલના વીડિયો, RTI અરજીઓ તથા મેસેજ મોકલીને તેમને ધમકાવી પૈસા પડાવતો હતો. ત્યારે આરોપીની ધરપકડ કરીને હાલમાં તેને બે દિવસના રિમાન્ડ મેળવીને વધારે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

76 લાખ રૂપિયાનો તોડ કર્યો
પોલીસ મુજબ આરોપી આશિષે અત્યાર સુધી 16 સ્કૂલના સંચાલકો અને 2 ટ્રાવેલ એજન્સી અને 2 ઓદ્યોગિત એકમો પાસેથી 76.75 લાખ રૂપિયા પડાવ્યા છે. જેમાં 26 લાખ રોકડા અને 50 લાખ જાહેરાત પેટે એકાઉન્ટમાં મેળવ્યા હતા.

ADVERTISEMENT

અગાઉ બોપલમાં નોંધાઈ હતી ફરિયાદ
આરોપી આશિષ બોપલ અને સાણંદમાં આવેલી શ્રીરામ વિદ્યાલયના સંચાલક શશીબહેનને 2017માં મળ્યો હતો. ત્યારે તેણે પોતે વાલી મંડળનો પ્રમુખ તથા RTI એક્ટિવિસ્ટ હોવાનું કહીને પોલ ખોચ ચેનલના તંત્રી હોવાનું જણાવ્યું હતું. તેણે સ્કૂલની કેટલીક માહિતી માગી હતી જે મળતા સ્કૂલમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી વાર્ષિક રૂ.50 હજારની માગણી કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT