IPL 2023: પહેલી મેચમાં જ એક લાખ કરોડનો સટ્ટો રમાશે? દુબઈ બેઠેલા મોટા માથા સક્રિય

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આજથી આઈપીએલની સિઝન શરૂ થઈ રહી છે. આ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ વચ્ચે આઈપીએલની પહેલી જ મેચ રમાવવાની છે. ત્યારે અમદાવાદની આ મેચમાં દેશભરમાં અંદાજે રૂ.1 લાખ કરોડ રૂપિયાનો સટ્ટો રમાવવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે દુબઈમાં બેઠા બેઠા જ ગુજરાતના એક ડઝન કરતાં પણ વધારે સટોડિયા આખું નેટવર્ક ચલાવે તેવી સંભાવના છે.ત્યારે ઓન લાઈન એપ્લિકેશન પર જ આ મેચ ઉપર કરોડોનો સટ્ટો રમાવવાનો હોવાનું બુકી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

 2008થી શરૂ થઈ આઈપીએલ 
વર્ષ 2008માં IPL ની શરૂઆત થઈ હતી. દર વર્ષે આઈપીએલ ફેન ફોલોઈંગ સતત વધી રહી છે. ત્યારે સટ્ટાનું નેટવર્ક પણ વધી રહ્યું છે. ત્યારે આજે શરૂ થનાર મેચમાં જ જો એક લાખ કરોડ રૂપિયાનો સટ્ટો લગાવવમાં આવે તો આખી ટુર્નામેન્ટ પર શું હાલત હશે તે ચર્ચાનો વિષય છે.

સ્ટેડિયમમાં જ હશે સટોડિયા?
આજે અમદાવાદના નરેન્દ્ર મોડી સ્ટેડિયમમાં IPL 2023 ની પ્રથમ મેચ શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન આ એક મેચમાં જ દેશ -દુનિયામાં અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનો સટ્ટો રમાવવાનો અંદાજ હોવાનું સટોડિયા વર્તુળોમાંથી જાણવા મળ્યું હતુ. ત્યારે સ્ટેડિયમમાં બેસીને મેચ જોવામાં અને ટીવીમાં મેચ જોવામાં લગભગ 25 થી 40 સેકન્ડનો ફેરફાર રહે છે. ત્યારે આ સમયના ફેરફારનો લાભ ઉઠાવવા સટોડિયાઓએ તેમના માણસોને સ્ટેડિયમમાં બેસવા સૂચના આપી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: દારૂની હેરાફેરી માટે કન્ટેનરમાં બનાવ્યું ગુપ્ત ખાનું, પોલીસે આ રીતે ઝડપી પાડ્યો 23 લાખથી વધુનો વિદેશી દારૂ

ત્યારે સટોડિયાના આ નેટવર્કને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ, પીસીબી, સીઆઈડી ક્રાઈમ, ક્રાઈમ બ્રાંચ, આઈડી સહિતની એજન્સીના અધિકારીઓને એલર્ટ રહેવાના આદેશ અપાયા છે. પોલીસ આ સટ્ટાના નેટવર્કને તોડવાનો પૂતો પ્રયાસ કરશે. ત્યારે બીજી તરફ દુબઈ બેઠેલા સટ્ટાના મોટા માથા સુધી પહોંચવા પોલીસ પૂરતા પ્રયાસો કરશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT