સરકારની સુસ્તીએ ખેડુતનો જીવ લીધો, ઠંડીમાં ઠુંઠવાઇને જગતના તાતનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/પાટણ : પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સમોડા ગામે રહેતા બળદેવજી ઠાકોરનું ઠંડીના કારણે મોત નીપજ્યું છે. મોડી રાત્રે ડબલ ટ્રીપ 8-8 એમ 16 કલાકનો પાવર હોવાથી પોતાના ખેતરમાં દિવેલા પાવા ગયા હતા ત્યારે વધૂ ઠંડી હોવાના કારણે ખેતરમાં સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. રોજની જેમ ખેડૂતને વીજ પૂરવઠો રાત્રે આપવામાં આવતો હોય છે. જેને લઈને દરેક ખેડૂત પોતાની જમીનમાં કરેલા વાવેતરને પાણી આપવા મોડી રાત્રે જવું પડતું હોય છે. જયારે ઉત્તર ગુજરાતમાં હાલ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. લોકો ઘરમાં પણ મહામુસીબતે રહે છે ત્યારે ખેતરમાં કંઇ રીતે રહેવું તે સંપુર્ણ સમજની બહાર છે. એવામાં ખેડૂતોની હાલત શું થતી હશે તમે પણ અંદાજો લગાવી શકો છો.

શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઉંચુ હોય છે
જયારે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં તાપમાનમાં પણ મોટો ફર્ક જોવા મળતો હોય છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં આપેલા પાણીના કારણે ઠંડીનું પ્રમાણ શહેર કરતા 3 થી 4 ડિગ્રી જેટલું ઓછું થઇ જાય છે. સિદ્ધપુરના એક ખેડૂતનો રાત્રે ખેતરમાં પિયત કરવા તો ગયા પણ પરંતુ તેમના પરિવારનું જિવન સુક્કુ ભઠ્ઠ છોડીને ચાલી નિકળ્યાં હતા.

જય જવાન જય કિસાનનો નારો માત્ર કાલ્પનીક
જય જવાન જય કિસાનના નારો ફક્ત બોલવામાં જ જુસ્સો વધારનારો છે, ખેડૂતની સ્થિતિ તો આજે પણ તેવીને તેવી જ છે. કાગળો ઉપર ખેડૂત ખુબ જ ખુશ છે અને લાખોની કમાણી કરે છે. સાંજે 8 વાગ્યે ઉંઘે છે અને વહેલી સવારે ઉઠે છે. જો કે જમીની સ્તર પર સ્થિતિ વિપરિત છે. આવી કડકડતી ઠંડીમાં ખેડુતોને મોડી રાત્રે સરકાર દ્વારા વીજળી અપાતી હોવાથી મજબૂર ખેડુતો પણ ના છુટકે ઘાતક ઠંડી હોવા છતા ખેતરમાં પિયત કરવા મજબુર બને છે. જે અંગે ખેડુતોએ સરકારમાં વારંવાર રજૂઆતો કરી હોવા છતા આશ્વાસન સિવાય કોઇ પણ પરિણામ આવતું નથી.

ADVERTISEMENT

બળદેવજી ઠાકોર ખેતરમાં પાણી પીવડાવવા ગયા અને પરિવારનું જીવન સુકુ ભઠ્ઠ થયું
સમોડા ગામમાં રહેતા 52 વર્ષીય બળદેવજી ઠાકોર રોજની જેમ પોતાના ખેતરને પાણી પિવડાવવા માટે ગયા હતા. આખી રાત ખેતરમાં પાણી વાળ્યા બાદ વહેલી સવારે તેઓ પરત ફરતા તે તેમનો નિત્યક્રમ હતો. જો કે પુત્રીએ પિતાને ઘરે ન જોતા તેમને શોધતી ખેતરે પહોંચી હતી. જો કે જ્યારે તેણે પિતાને સુતેલા જોયા તો હાશકારો થયો હતો. જો કે હાશકારો ક્ષણીક હતો. કારણ કે જ્યારે તેણે પિતાને ઉઠાડવા માટે ઢંઢોળ્યા ત્યારે તેના પર આભ ફાટી પડ્યું હતું. કારણ કે પિતાનું રાત્રે જ ઠંડીના કારણે હૃદય બેસી ગયું હતું. આસપાસના લોકોને બૂમાંબૂમ કરી બોલાવ્યા અને સારવાર માટે લઇ ગયા પરંતુ તેઓએ મોડી રાત્રે જ દમ તોડી દીધો હતો. ટ્રેકટર દ્વારા તેમના પિતાની દેહ ને ઘરે લઇ જવામાં આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT