ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300થી વધુ નવા કેસ નોંધાયા, અમદાવાદમાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ માથું ઉચકી રહ્યું છે. એકબાજુ સીઝનલ ફ્લુના કેસો વધી રહ્યા છે, બીજી બાજુ કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 327 નવા કેસો નોંધાયા છે, જેની સામે 360 દર્દીઓ આજે સાજા થયા છે. જ્યારે 3 દિવસમાં અમદાવાદમાં બીજા દર્દીનું કોરોનાથી મોત થયું છે.

3 દિવસમાં બે મોત
ગુજરાતમાં હાલ 2142 કોરોનાના એક્ટિવ કેસો છે. જેમાંથી 11 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે. બીજી તરફ 2131 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે આજે અમદાવાદમાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. જે છેલ્લા 3 દિવસમાં બીજું મોત છે.

આજે કયા જિલ્લામાં કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં આજે પણ કોરોનાના સૌથી વધુ 98 કેસો નોંધાયા છે. જ્યારે વડોદરામાં 60, સુરતમાં 37, મહેસાણામાં 24, રાજકોટમાં 17, મોરબીમાં 12, વલસાડમાં 12, ગાંધીનગર,માં 9, પાટણમાં 7, આણંદમાં 6, જામનગરમાં 6, સાબરકાંઠામાં 6, સુરેન્દ્રનગરમાં 5, અમરેલી, ભરુચ, ભાવનગરમાં 4-4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠામા, નવસારીમાં 3-3 કેસ, કચ્છમાં 2, પંચમહાલમાં 2, પોરબંદરમાં 2, અરવલ્લીમાં 1, ગીર સોમનાથમાં 1, મહિસાગરમાં 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT