સી પ્લેન ચલાવવા કોઇ તૈયાર નથી! સરકારે સ્વિકાર્યું કે 13 કરોડ પાણીમાં ગયા, સોના કરતા ઘડામણ મોંઘું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આજે ગૃહમાં સી પ્લેનનો મુદ્દે ફરી એકવાર સરકાર ફસાઇ ગઇ હતી. અમદાવાદના સાબરમતી રિવરફ્રંડથી કેવડિયા કોલોની સુધી સી પ્લેનની સેવા 2020માં શરૂ કરવામાં આવી હતી. જેની પાછળ 13.15 કરોડનો ખર્ કરવામાં આવ્યો હતો. જો કે આ મહિનાઓ બાદ આ સેવા શોભાના ગાંઠીયા સમાન બની ગઇ હતી. આ કરોડોનો ખર્ચો પ્રજાના પૈસે તાગડધિન્ના સાબિત થયું હતું. જો કે હાલ આ સેવા શરૂ નથી અને કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી આનુષાંગીક વ્યવસ્થાઓ ધુળ ખાય છે. આ મુદ્દો કોંગ્રેસે ગૃહમાં પ્રબળતાથી ઉપાડતા ગૃહમાં સરકાર ભોંઠી પડી હતી. સરકારે પોતે જ લેખિત જવાબમાં પોતાની તમામ ભુલોનો ચિઠ્ઠો ખોલવો પડ્યો હતો.

કોંગ્રેસ ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ સવાલનો સરકારે લેખિત જવાબ આપ્યો
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલા એક પ્રશ્નનો સરકારે લેખિત જવાબ આપ્યો હતો. જેમાં સ્વિકાર કર્યો હતો કે હાલ સી પ્લેન સેવા બંધ છે. અમદાવાદથી કેવડિયા સુધીની વર્ષ 2020માં શરૂ કરવામાં આવેલી સી પ્લેન સેવા ભવિષ્યે ક્યારે ચાલુ થશે તે અંગે પણ કોઇ માહિતી નથી. અનેક રીતે તે કાયદાકીય પેચમાં ફસાઇ છે. ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટ અને ઓપરેશન મેઈન્ટેનન્સની મુશ્કેલી તથા ઓપરેટરને ઓપરેટીંગ માટે ઉંચી કોસ્ટના લીધે નાણાંકીય કારણોસર વર્ષ 2021થી સી પ્લેન સેવા બંધ કરી હોવાનું ગૃહમાં અધિકારીક રીતે સ્વિકાર કર્યો હતો. સરકારે સ્વિકાર કર્યો કે ઓપરેટિંગ કોસ્ટ ઉંચી છે એટલે તેનો સીધો જ અર્થ થાય છે કે, હાલ સરકારને સોના કરતા ઘડામણ મોંઘુ પડી રહ્યું છે. જેના કારણે કોઇ ઓપરેટર આ સેવા ચલાવવા માટેરાજી નથી.

સી પ્લેન સેવા માત્ર દેખાવ પુરતી 10 દિવસ જ ચાલી ત્યારથી બંધ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. 31મી ઓક્ટોબર 2020ના રોજ વડાપ્રધાન મોદી કેવડિયાથી અમદાવાદ પહોંચી સી પ્લેન સેવા શરૂ કરી હતી. જે શરૂઆતમાં 10 દિવસ ચાલી હતી ત્યાર બાદથી ધબડકો થયો છે. હજી સુધી આ સેવા શરૂ કરી શકાઇ નથી. જે પછી તેને એક મહિનાના ટૂંકા ગાળામાં મેન્ટેન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું હતું. સી પ્લેન સેવા માટે રૂ. 13,15,06,737નો ખર્ચો કરાયો હતો. જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વોટર એરોડ્રામ ધૂળ ખાઈ રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT