પાંચમા નોરતે PM મોદી અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ આપશે, હેલમેટ સર્કલ પર ભવ્ય કાર્યક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનવાના છે. તેવામાં ચૂંટણીને ધ્યાને રાખીને તેઓ કેટલાક પ્રોજેક્ટના લોકાર્પણથી માંડીને શિલાન્યાસ જેવા અનેક પ્રોજેક્ટને પણ સમય આપશે. અમદાવાદીઓને પાંચમે નોરતે પીએમ મોદી મેટ્રોના સેકન્ડ ફેઝની ભેટ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાલ મેટ્રો પહેલા જ શરૂ થઇ ચુકી છે. હવે થલતેજ ગામથી વસ્ત્રાત ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ કરવામાં આવશે. આગામી 30 સપ્ટેમ્બરના રોજ પીએ મોદી હેલમેટ સર્કલ પાસેથી ટ્રેનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે.

અમદાવાદ મેટ્રો હવે પુર્વ પશ્ચિમ વચ્ચેની ખાઇ પુરશે
અમદાવાદ હવે એક મેટ્રો શહેર બની ચુક્યું છે. અહીં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટ્રાન્સપોર્ટેશનની અનુકુળતાને ધ્યાને રાખીને વડાપ્રધાન મોદી દવારા સીટી બસ અને BRTS બાદ હવે મેટ્રો શરૂ કરી શકાય છે. અત્રે નોંધનીય છે કે, હાલ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો ચાલુ જ છે. જો કે હવે નવા રૂટની પણ પીએમ દ્વારા શરૂઆત કરવામાં આવશે. હાલમાં જે રૂટનું પીએમ ઉદ્ધાટન કરશે તેમાં કુલ 38 સ્ટેશનોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદી હેલમેટ સર્કલ પર કરશે ભવ્યકાર્યક્રમનું આયોજન
વડાપ્રધાન મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેની અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. મેટ્રો ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમદવાદ પૂર્વને પશ્ચિમ સાથે જોડતા થલતેજ – વસ્ત્રાલ રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે. આ અંગેની તૈયારીઓ અત્યારથી જ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોરિડોરમાં થલતેજ ગામ, દુરદર્શન ટાવર, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સ્ટેડિયમ, ઇન્કમટેક્સ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરલપાર્ક, અમરાઇવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાત ચાર રસ્તા અને વસ્ત્રાલ ગામ સ્ટેશન રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT