વૈશાલીએ આપઘાત કર્યાની ખબર પડતા જ PI ખાચર ફરાર, પોલીસ તે રજા પરથી આવે તેની રાહે
પીઆઇ ખાચર અને ડોક્ટરની પ્રેમ કહાનીનો કરૂણ અંજામ આવ્યો હતો. બ્રેકઅપ બાદ ડોક્ટર યુવતીએ ક્રાઇમબ્રાંચ જઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT
અમદાવાદ : પીઆઇ ખાચર અને ડોક્ટરની પ્રેમ કહાનીનો કરૂણ અંજામ આવ્યો હતો. બ્રેકઅપ બાદ ડોક્ટર યુવતીએ ક્રાઇમબ્રાંચ જઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હવે આ સમગ્ર કેસ ખુબ જ વિવાદિત બન્યો છે. જો કે બીજી તરફ આખો પોલીસ ફોર્સ પોતાના પીઆઇને બચાવવા માટે હવાતિયા મારી રહ્યો છે. સામાન્ય રીતે IPS અધિકારીઓ આવી સ્થિતિમાં હંમેશા ન્યૂટ્રલ રહીને પીડિતને ન્યાય મળે તેવો પ્રયાસ કરતા હોય છે. જો કે આ કિસ્સામાં અધિકારીઓ પણ ભેદી મૌન પાળી રહ્યા છે.
એક અઠવાડીયું છતા પોલીસને કંઇ ફિકર નથી
ડોક્ટર યુવતીના આપઘાતને એક અઠવાડીયું જેટલો સમય થઇ ચુક્યો હોવા છતા હજી સુધી પોલીસે ગુનો દાખલ કરવાની તસદી પણ લીધી નથી. ઉપરાંત PI ખાચરને શોધવાની પણ પોલીસને કોઇ જરૂરિયાત જણાઇ નથી. આપઘાતની માહિતી મળતા જ પીઆઇ ખાચર પત્ની બિમાર હોવાનું બહાનું કાઢીને ફરાર થઇ ગયો હતો. હવે પોલીસ તે રજા પરથી પાછો ફરે તેની રાહ જોઇ રહી છે. સામાન્ય કિસ્સાઓમાં આરોપીને શ્વાસ લેવાનો પણ સમય ન આપતી પોલીસ પોતાના PI રજા પરથી પરત ફરે તેની રાહ જોઇને બેઠી છે.
પોલીસે નથી ફરિયાદની પડી કે ન તો આરોપીની
સૌથી ચોંકાવનારી બાબત છે કે, આ અંગે ન તો કોઇ ફરિયાદ દાખલ કરાઇ છે કે ન તો આરોપી ખાચરની ભાળ મેળવાઇ છે. તેના સાથીઓને પણ ખાચર ક્યાં છે તેની માહિતી નથી. પત્નીની તબિયત સારી નહી હોવાનું કહીને ફરાર ખાચરને શોધવાની તો ઠીક પોલીસે કોલ કરવાની પણ તસ્દી લીધી નથી.
ADVERTISEMENT
આપઘાત સમયે ખાચર વાર્ષિક સંમેલનમાં હાજર હતો
ડોક્ટર યુવતીએ જ્યારે ક્રાઇમબ્રાંચના પ્રાંગણમાં આપઘાત કરી લીધો. ત્યારે ખાચર પોલીસના વાર્ષિક સંમેલનના એક કાર્યક્રમમાં હાજર હતો. જો કે વૈશાલી અંગે માહિતી મળતાની સાથે જ પોતે તત્કાલ અસરથી રજા પર નિકળી ગયો હતો. પોતાની પત્ની બિમાર હોવાનું બહાનું કરીને કોઇ અજાણી જગ્યાએ ફરાર થઇ ગયો હતો. હજી સુધી તેના વિશે કોઇ જ માહિતી સામે આવી નથી.
ઉચ્ચ અધિકારીઓનું સમગ્ર મામલે ભેદી મૌન
સૌથી ચોંકાવનારી બાબત છે કે, પોલીસે આ અંગે હજી સુધી કોઇ જ ગુનો દાખલ કર્યો નથી. ઉચ્ચ અધિકારીઓ પણ આ મામલે ખુબ જ ભેદી મૌન સેવીને બેઠા છે. પોલીસ હાલ ખાચર રજામાંથી હાજર થાય તેની રાહ જોઇ રહ્યા છે. જો તે હાજર નહી થાય તો પોલીસ આ અંગે આગળની કાર્યવાહીના ખાંડા ખખડાવી રહી છે.
ADVERTISEMENT
પાંચ વર્ષથી ખાચર ડોક્ટર યુવતીના સંપર્કમાં હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટર યુવતી અને પીઆઇ ખાચર પાંચ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. બંન્ને વારંવાર મળતા પણ રહેતા હતા. જો કે કોઇ બાબતે બોલાચાલી થતા ખાચરે તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. જેના કારણે વૈશાલી ખુબ જ ડિપ્રેશનમાં હતી. આખરે તેણે અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આપઘાત કરતા પહેલા અનેક દિવસો સુધી તે ખાચરને મળવા માટે ક્રાઇમબ્રાંચ ઓફીસે આવીને તેના વિશે પુછતી હતી. પરંતુ ખાચરને તેને મળવા દેવાતી નહોતી. જેના કારણે તેણે કંટાળી આ પગલું ભર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT