જૂનાગઢમાં પાણીમાં તણાઈ ગયેલા ‘બાપા’ હેમખેમ મળ્યા, ઘરે પહોંચીને જણાવ્યું કેવી રીતે જીવ બચ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જૂનાગઢ: જૂનાગઢમાં શનિવારે પડેલા સાંબેલાધાર વરસાદથી આવેલા પૂરે તારાજી સર્જી હતી. પાણીના ધસમસતા પ્રવાહમાં જે પણ અંદર આવ્યો તે તણાઈ ગયું. આ વચ્ચે એક વીડિયોમાં વૃદ્ધ પરિવારની નજર સામે જ પાણીમાં તણાતા જોવા મળ્યા હતા. જોકે હવે ખબર સામે આવી રહી છે કે આ વૃદ્ધનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે અને તેમનું પરિવાર સાથે હેમખેમ મિલન થઈ ગયું છે.

જૂનાગઢમાં રહેતા 57 વર્ષના વિનોદભાઈ શનિવારે દુકાનેથી પોતાના ઘરે જમવા માટે સાઈકલ લઈને આવી રહ્યા હતા. જોકે કાળવા નદીમાં 3 ફૂટ જેટલું પાણી આવી જતા તે પુલ ઉપરતી વહેવા લાગ્યું હતું. સાથે જ દીવાલ પણ તૂટી ગઈ હોવાથી પાણીનો પ્રવાહ વધી ગયો એવામાં તેઓ સાઈકલને મૂકીને ચાલતા આવી રહ્યા હતા. પુલ પર પહોંચતા જ પાણી વધી જતા તેમણે કારને પકડી રાખી તો કાર સાથે તેઓ પણ તણાવા લાગ્યા હતા. જેનો વીડિયો ઉપરથી સ્વજનો ઉતારી રહ્યા હતા અને વીડિયોમાં એક બહેન બોલતા હતા કે, ‘એ બાપા વયા ગ્યા…’ આ વીડિયોનો અવાજ હજુ સૌ કોઈના કાનમાં ગુંજી રહ્યો છે.

વીડિયો વાઈરલ થયા બાદ રેસ્ક્યુ ટીમ સુધી પહોંચતા વિનોદભાઈનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને આખરે હેમખેમ તેમને બચાવવામાં આવ્યા હતા. બહાર નીકળ્યા બાદ વિનોદભાઈએ જણાવ્યું કે, હું તણાયો પછી ખેતરમાં ઝાડ પકડીને દોઢ-બે કલાક જેટલું રહ્યો. મેં હિંમત નહોતી હારી. બે દિવસ ખાવાનું ન મળ્યું હોય તેવા દિવસો પણ મેં જોયા છે એટલે હિંમત નહોતી હારી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને જૂનાગઢ પોલીસની પ્રશંસા કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT