Biparjoy Update: ઓખા બેટ દ્વારકા વચ્ચેનો સિગ્નેચર બ્રિજ થયો અદ્રશ્ય- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકાઃ ઓખા બેટ દ્વારકા વચ્ચેનો સિગ્નેજર બ્રિજ જાણે અદ્રશ્ય થઈ ગયો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. દ્વારકામાં બિપોરજોય વાવાઝોડું સમુદ્ર તટની નજીક આવવા લાગ્યું છે તેમ તેમ તની ભયાનકતા દરવાજો ખટખટાવવા લાગી છે. અહીં હાલમાં ઓખા બંદર પર તોફાનની સંભાવના નથી પરંતુ વાતવરણનો બદલાવ તેનો અંદાજ આપનારી જરૂર છે.

વાવાઝોડાની આફત વચ્ચે સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય, ટેકાના ભાવની ખરીદીમાં કર્યો ફેરફાર

વાતાવરણમાં સતત ફેરફારો
દ્વારકા અને ઓખાના આરબ મહાસાગરના તટની સામેથી ચક્રવાત બિપોરજોય પસાર થઈ રહ્યું છે. હાલમાં ઓખા બંદર પર તોફાન આવવાની કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી પરંતુ વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. ક્યારેક ક્યારેક અહીં માહોલ શાંત થાયછે તો ક્યારેક ઓખા સમુદ્ર તટ પર ઝડપી પવન ફૂંકાવા લાગે છ. દરમિયાનમાં કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં અહીં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક હવે અહીં ઓખા બંદર પર બની રહેલો સિગ્નેચર બ્રિજ ગાયબ થઈ ગયો હોય તેટલી લો વીઝિબલિટી થઈ જઈ રહી છે.

(ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT