ઓખા-દ્વારકા-અમદાવાદ વચ્ચે શરૂ થશે ઈલેક્ટ્રિક ટ્રેનઃ 9 એન્જિન દોડશે
રજનીકાંત જોશી.દ્વારકાઃ ટૂંક સમયમાં ઓખા – દ્વારકા – અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રિક ટ્રેનો શરૂ કરવામાં આવશે. દ્વારકા અને અમદાવાદ સહિત ઓખા ખાતે અવરજવર કરતા લોકો માટે…
ADVERTISEMENT
રજનીકાંત જોશી.દ્વારકાઃ ટૂંક સમયમાં ઓખા – દ્વારકા – અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રિક ટ્રેનો શરૂ કરવામાં આવશે. દ્વારકા અને અમદાવાદ સહિત ઓખા ખાતે અવરજવર કરતા લોકો માટે આ એક આનંદ પૂર્ણ અને રાહત પહોંચાડનારા સમાચાર છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિવિઝનમાં વિદ્યુતીકરણ કરવાની કામગીરી પુરી કરવામાં આવી હોવાની વિગતો આપી છે.
મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરતા CM: જામનગરમાં ઈમારત ધરાશાયી થતા કરુણ દ્રશ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, સમગ્ર રાજકોટ ડિવિઝનમાં વિદ્યુતીકરણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ઓખાથી અમદાવાદ સુધી ઈલેક્ટ્રિક એન્જિન સાથે ટ્રેનો એક મહિનામાં ઈલેક્ટ્રિક ટ્રેનો શરૂ થશે. એક અંદાજ મુજબ શરૂઆતમાં 9 ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડશે. પછી ધીમે ધીમે તમામ ટ્રેનો તબક્કાવાર રીતે ઇલેક્ટ્રિક એન્જિનથી નિયમિત કરવામાં આવશે. ઓખાથી દ્વારકા અને દ્વારકાથી અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ થવાથી સ્થાનિક લોકો અને યાત્રાળુઓને સમયની બચત થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT