VIDEO: જૂનાગઢમાં ઓજત ડેમમાંથી પાણી છોડાતા ઘેડ વિસ્તારમાં તબાહી, ઘર તણાયા, ખેતરોમાં પાણી ભરાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. પહેલા જ વરસાદમાં શહેરમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં વરસાદ અને ગટરના પાણી ઘુસી ગયા હતા. બીજી તરફ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ડેમોમાં પણ નવા પાણીની આવક થતા તે છલકાઈ રહ્યા છે. એવામાં આજે ધ્રાફદ ડેમના 11 દરવાજા, ઓજત ડેમના બધા 10 દરવાજા અને ઓજત વંથલી ડેમના તમામ 12 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

ઘેડ વિસ્તારમાં ગામડાઓમાં પાણીમાં ગરકાવ
ઓજત ડેમમાંથી પાણી છોડવાના પગલે તબાહી મચી ગઈ છે. ઘેડ વિસ્તારના માધવપુર, કેશોદ, માંગરોળમાં અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલાય લોકો અચાનક પાણી આવતા ખેતરમાં જ ફસાઈ ગયા છે, તો પાણીના પ્રવાહમાં કાચા મકાનો તૂટી ગયા હતા. બામનાસા ગામ પાસે પાણી પાળ તોડીને ખેતરોમાં ઘુસી ગયું હતું. હવે દરેક જગ્યાએ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.

જીવના જોખમે લોકો રસ્તો પાર કરી રહ્યા છે
તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, છતા લોકો જીવ જોખમમાં નાખીને રસ્તો ક્રોસ કરી રહ્યા છે. જિલ્લામાં હજુ પણ વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તેમ છતા તંત્ર તરફથી મદદ માટે હજુ કોઈ પહોંચ્યું નથી, જે લોકોને આ રીતે જીવ જોખમમાં ન મૂકવા માટે સમજાવે.

ADVERTISEMENT

જૂનાગઢનો સૌથી મોટો ડેમ 70 ટકા ભરાયો
જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ પણ 70 ટકા ભરાઈ ગયો છે. આગામી થોડા કલાકમાં તે ઓવરફ્લો થઈ શકે છે. એવામાં ડેરવાન, સાબલપુર, ગલિયાવાદ, સરગવાડા, બામનગામ સહિતના ઘણા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ નદી અને ડેમના પટમાં કોઈને ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT