આ મહિનામાં પાંચમી વખત સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો આજે કેટલા રૂપિયા વધ્યા

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: ગુજરાતભરમાં દિવસેને દિવસે મોંઘવારી સતત વધી રહી છે,મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યની જનતાને એક બાદ એક મોંઘવારીના માર પડી રહ્યા છે.  દૂધ બાદ હવે સિંગતેલમાં પણ ભાવ વધારો થયો છે. ત્યારે આ મોંઘવારીના અજગરી ભરડામાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે આજે ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાય છે. ગઈકાલે રૂપિયા 30 ના વધારા બાદ આજે રૂપિયા 10 નો વધારો કરવામાં આવ્યો છે. વધારો થતાં ઘરનું બજેટ ખોરવાયું છે.

નવા વર્ષની શરૂઆતથી જ સિંગતેલના ભાવ સતત દઝાદી રહ્યા છે. જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવામાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 10નો વધારો ઝીંકાયો છે. સતત ત્રીજા દિવસે આ ભાવ વધારો થયો છે. ત્રણ દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા મોંઘો થયો હતો. ત્યાર બાદ આજે ફરી એક વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. આજે ડબ્બે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આમ કુલ પાંચ દિવસમાં 100 રૂપિયાનો વધારો કરાયો ગઈ કાલે સીંગતેલ સાથે સાથે હવે કપાસિયા-પામતેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારે આજે કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થતાં રાહત અનુભવાઈ છે.

ફરસાણના ભાવમાં લાગશે આગ 
વર્ષની શરૂઆતથી જ સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંગતેલના ભાવમાં સતત ભાવવધારોના કારણે ફરસાણ સહિતની વસ્તુના ભાવમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે આ ભાવ વધારાથી અનેક લોકોનું બજેટ ખોરવાઇ શકે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT