Oil Price hike: રક્ષાબંધન પછી શ્રાવણ પુરો થતા થતા સીંગતેલના ભાવમાં મોટો ઉછાળો
Oil Price hike: ગુજરાતમાં જ્યાં મગફળીના વાવેતરને લઈને અને તેના પાકને લઈને શરૂઆતમાં ખુબ મોટી આશાઓ બંધાઈ હતી ત્યાં હવે એવી સ્થિતિ આવીને ઊભી છે…
ADVERTISEMENT
Oil Price hike: ગુજરાતમાં જ્યાં મગફળીના વાવેતરને લઈને અને તેના પાકને લઈને શરૂઆતમાં ખુબ મોટી આશાઓ બંધાઈ હતી ત્યાં હવે એવી સ્થિતિ આવીને ઊભી છે કે મગફળીના ભાવ ઉછળી ગયા છે. માર્કેટમાં સ્થિતિ એવી છે કે સારી મગફળીના પાક માટે રીતસર પડાપડી છે. ત્યાં મગફળીના ભાવ ઉપર જઈ રહ્યા છે ત્યારે સીંગતેલના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ડબ્બા દીઠ 3100 રૂપિયા સુધીનો ભાવ પહોંચી ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે.
ભાવ વધારા સાથે બહેનોનું બજેટ ખોરવાયું
પ્રાપ્ત મીડિયા અહેવાલો પ્રમાણે, આ વખતે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે તેનું કારણ વરસાદ પાછો ખેંચાયો તે છે. હવે તેના કારણે સૌરાષ્ટ્રમાં આ ભાવ વધારો લાગુ કરાયો હોવાની વિગતો સામે આવી છે. અહીં માર્કેટમાં મગફળીના ભાવ ઊંચા બોલાયા અને સીંગતેલના ભાવમાં વધારો થયો છે. આ અંગે એક ગુજરાતી ન્યૂઝ વેબસાઈટના અહેવાલ પ્રમાણે ઓગસ્ટ મહિનો આખો વરસાદ વગરનો રહ્યો. જ્યાં મગફળીને પાણી નહીં મળ્યું અને મગફળીનો સાવ સુકારો આવી ગયો છે. સરકારી આંકડા પ્રમાણે અંદાજે 75000 મે. ટન વાવેતર ઓછું થયું છે. પાક જ નથી, વરસાદ નથી. સપ્લાય ઘટવા સામે ડિમાન્ડ વધી રહી છે તો તેના કારણે ભાવમાં વધારો થયો છે.
મહાકૌભાંડ: શિક્ષકોની ભરતીમાં નકલી દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે 66 ઉમેદવારો ભરતી થયા
આ અહેવાલમાં જણાવાયું છે કે, સીંગતેલના નવા ડબ્બાનો ભાવ 30 રૂપિયા વધ્યો તેની સાથે 3050થી 3100 ભાવ થયો હતો. ગયા મહિને 150 રૂપિયા જેટલો ઘટાડો થયો હતો. જે પછી પણ ભાવ ઘટવાની આશાઓ હતી કારણ કે પ્રારંભીક ધોરણે તો વરસાદ ઘણો સારો થયો હતો. ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. કારણ કે સીઝનનો સૌથી સારો વરસાદ માનવામાં આવી રહ્યો હતો. દરમિયાનમાં નવરાત્રી પછી ભાવ ઘટાડો આવે તેવી સંભાવનાઓ વેપારીઓને વ્યક્ત કરી રહ્યા છે, પણ હાલ તો બહેનોના બજેટ પર વધુ એક અસર પહોંચી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT