CM ના કાર્યક્રમમાં ઉંઘી જનારા અધિકારીને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરાયા

ADVERTISEMENT

BHUJ Chief officer suspend
BHUJ Chief officer suspend
social share
google news

ભુજ: નગરપાલિકાના ચીફ ઓફિસર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. એક કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફીસર ઉંઘતા ઝડપાયા હતા. આ અંગેના વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે હવે સીધો મુખ્યમંત્રી કાર્યાલયથી જ કાર્યવાહી કરવામાં આવી છે. આ અધિકારીને તત્કાલ અસથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ભુજ પાલિકાના ચીફ ઓફીસર જીગર પટેલ સામે શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફીસર ઉંઘતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તેઓને તત્કાલ અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. સુત્રો અનુસાર આ આદેશ સીધો જ મુખ્યમંત્રી કાર્યાલયથી કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન ભુજમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપ સરકારના વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. અહીં તેઓ વિકાસકાર્યની ગાથા કાર્યક્રમમાં પ્રવચન આપી રહ્યા હતા. જો કે આનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ચીફ ઓફીસર જીગર પટેલ ઉંઘતા હોાનો વીડિયો વાયરલ થયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT