હપ્તા સામે અધિકારીઓ નતમસ્તક, પોતાના જ ઉચ્ચ અધિકારીઓને ઉલ્લુ બનાવ્યા
વિરેન જોશી/લુણાવાડા : ફાયર સેફટી તેમજ ફાયર સેફટી સર્ટીફીકેટ (ફાયર NOC)ન ધરાવતી કોર્મશીયલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લુણાવાડા નગરપાલિકા ફાયર સેફટી વિભાગ દ્વારા ફક્ત દેખાડો કરવા ખાતર…
ADVERTISEMENT
વિરેન જોશી/લુણાવાડા : ફાયર સેફટી તેમજ ફાયર સેફટી સર્ટીફીકેટ (ફાયર NOC)ન ધરાવતી કોર્મશીયલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લુણાવાડા નગરપાલિકા ફાયર સેફટી વિભાગ દ્વારા ફક્ત દેખાડો કરવા ખાતર કરવામાં આવી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લુણાવાડા નગરપાલિકા વિસ્તારોમાં ફાયર સેફટી સર્ટીફીકેટ મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી કોર્મશીયલ હાઇરાઇઝ બિલ્ડીંગોને નોટીસ પાઠવવામાં આવે છે, તેમ છતા કોમશીયલ હાઇરાઇઝ બિલ્ડીંગના મિલ્કતદારો વહીવટદારો ધ્વારા ફાયર સેફટી સર્ટીફીકેટ મેળવવા અંગે હજી સુધી કોઇ ગંભીરતા લેવામાં આવેલ નથી.
જેથી ગુજરાત રાજય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩ માં કરવામાં આવેલ જોગવાઇ હેઠળ મળેલ સત્તાની રૂએ કલમ ૨૫ નોટીસના અપાલન અને કલમ ૨૬(૩) ની જોગવાઇઓ મુજબ જે તે કોર્મશીયલ હાઇરાઇઝ બિલ્ડીંગ પ્વારા ફાયર સેફટી સર્ટીફીકેટ મેળવેલ ન હોય અથવા તો ફાયર સેફટીની સુવિધા રાખેલ ન હોય તેવી કોર્મશીયલ હાઇરાઇઝ બિલ્ડીંગને તાકીદે સીલ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત લુણાવાડા નગરપાલિકા ફાયર સેફટી વિભાગના ફાયર ઓફિસર તેમજ નગરપાલિકા ચીફ ઓફીસરની હાજરીમાં લુણાવાડા નગરપાલિકા કર્મચારી દ્વારા ફાયર સેફટી તેમજ ફાયર સેફટી સર્ટીફીકેટ (ફાયર NOC)ન ધરાવતી કોર્મશીયલ હાઇરાઇઝ બિલ્ડીંગને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી ફક્ત દેખાડો કરવા ખાતર કરવામાં આવી હોય તેવું જોવા મળ્યું હતું.
લુણાવાડા નગરપાલિકા દ્વારા ૩૫ પ્રોપર્ટી ગ્રાહકોકે જેમણે ફાયર સેફટી માટેની કાર્યવાહી કરી ફાયરની વ્યવસ્થા ઉભી કરી નથી તેવા પ્રોપર્ટી ગ્રાહકોની પ્રોપર્ટી સીલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7 કોમર્શિયલ પ્રોપર્ટી ગ્રહકોની પ્રોપર્ટીને આજે સીલ મારવાની કર્યાવહી કરવાની શરૂઆત પ્રાદેશિક કમિશ્નરની સૂચના અનુસાર કરવામાં આવી હતી. પરંતુ આ સીલ મારવાની કામગીરી પર સવાલો ઉભા થયા હતા. કારણકે જે કોમર્શિયલ બિલ્ડિંગ છે તેમાં આવેલ કોમર્શિયલ દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કોમર્શિયલ દુકાનના એક કરતાં વધારે ભાગ હતા. જેમાં દુકાનના એક ભાગના દરવાજા પર સીલ મારી દુકાનના અન્ય દરવાજા ખુલ્લા રાખી સીલ મારવામાં આવ્યું નહતું માટે ફક્ત ફાયર વિભાગ દ્વારા પ્રાદેશિક કમિશ્નરની સૂચનાનું પાલન ફક્ત ખાલી દેખાડો કરવા પૂરતું કરવામાં આવ્યું હતું. સીલ મારેલ દુકાનદારોએ ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે નગરપાલિકાના દરેક કાયદાનું પાલન કરવા તૈયાર છે પણ અમોને ફાયર સેફટીની કોઈ નોટિસ આપવામાં આવી નથી. અમારી દુકાન એપાર્ટમેન્ટ નીચે આવેલ છે અને એપાર્ટમેન્ટના મુખ્ય માલિકને નોટીસ બજવેલ છે અમોને કોઈ નોટિસ આપેલ નથી.
ADVERTISEMENT
સીલ કામગીરી કેમ આ પ્રકારે દેખાવ પૂરતી કરવામાં આવી છે. દુકાનદારોને નોટિસ આપવામાં આવેલ છે કેમ તે બાબતે ગુજરાત તક સાથે વાતચીત કરતા લુણાવાડા નગરપાલિકા ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, દુકાનનો બધો માલ સામાન બહાર છે અને તેઓ પોતાનો માલ સામાન દુકાનમાં મૂકી શકે માટે એકજ ગેટ પર સીલ મારવામાં આવ્યું છે. દુકાનદારોના મુખ્ય જે મલિક છે તેમને નોટિસ આપવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ગુજરાત હાઈકોર્ટેમાં થયેલ રીટ પિટિશનને લઈને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની પ્રાદેશિક કચેરી વડોદરના પ્રાદેશિક કમિશ્નરની સૂચના અનુસાર કરવામાં આવી છે. ત્યારે સવાલએ ઉભો થાય છે કે ફક્ત સીલ કરવાની કામગીરીનો દેખાડો કરવાથી ફાયર સેફટી કેટલી યોગ્ય ગણાશે અને આવી રીતે કરવામાં આવેલ કાર્યવાહી બાદ કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે કોણ જવાબદાર છે.
પ્રાદેશિક કમિશ્નરની સૂચના છે કે, નગરપાલિકા દ્વારા કોર્મશીયલ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં કાર્યવાહી તાકીદે કરવાની રહેશે તેમજ કાર્યવાહી કર્યા સમયે ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી કરવાની રહેશે અને કાર્યવાહી કર્યા અંગેના તમામ પુરાવાની એક નકલ અત્રેની કચેરી ખાતે મોકલવાની રહશે તો શું લુણાવાડા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફક્ત પોતાની કામગીરી બતાવવા સારું આ પ્રકારની કામગીરી કરી પ્રાદેશિક કમિશ્નરની આંખમાં ધૂળ નાખી પ્રાદેશિક કમિશ્નરના આદેશ ફક્ત દેખાડો કરવા માટે ફાયર વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે તેવા સવાલ ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT