World Cup 2023: અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ! વન-ડે વર્લ્ડકપની તારીખનો ખુલાસો
ODI World Cup 2023: ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023ની તારીખો જાહેર કરવામાં…
ADVERTISEMENT
ODI World Cup 2023: ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023ની તારીખો જાહેર કરવામાં આવી છે. ફાઈનલ મેચ ક્યાં રમાશે તે પણ નક્કી થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ESPNcricinfoના રિપોર્ટમાં ODI વર્લ્ડ કપની તારીખો અને સ્થળોનો ખુલાસો થયો છે. જે મુજબ, BCCIએ 10 ટીમોની આ ટુર્નામેન્ટ માટે એક ડઝન સ્થળોને શોર્ટલિસ્ટ કર્યા છે.
46 દિવસમાં કુલ 48 મેચો યોજાશે
BCCIએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને વર્લ્ડ કપ ફાઈનલ માટે સૌથી મોટું સ્ટેડિયમ શોર્ટલિસ્ટ કર્યું છે. મતલબ કે અહીં ફાઈનલ રમાવી લગભગ નિશ્ચિત છે. આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે. આ દરમિયાન 10 ટીમો વચ્ચે 3 પ્લેઓફ સહિત કુલ 48 મેચો રમાશે. આ તમામ મેચો માટે BCCIએ અમદાવાદ સહિત બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈને શોર્ટલિસ્ટ કર્યા છે. જો કે, ICC દ્વારા ટૂર્નામેન્ટની તારીખો એક વર્ષ અગાઉથી જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વખતે BCCI કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. બે મુખ્ય મુદ્દાઓ પાકિસ્તાન ટીમ માટે વિઝા મંજૂરી અને ટૂર્નામેન્ટ માટે ટેક્સ મુક્તિ છે.
પાકિસ્તનાને વિઝા મળવાનું આશ્વાસન
ICCની છેલ્લી બેઠક દુબઈમાં યોજાઈ હતી, જેમાં પાકિસ્તાનને વિઝા મળવાની ખાતરી આપવામાં આવી હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ મીટિંગમાં બીસીસીઆઈએ આશ્વાસન આપ્યું છે કે પાકિસ્તાનને વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસ માટે વિઝા મળશે. જ્યાં સુધી કરમુક્તિનો પ્રશ્ન છે, એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે BCCI ટૂંક સમયમાં ICC ને ભારત સરકારની ચોક્કસ સ્થિતિ વિશે અપડેટ કરશે.
ADVERTISEMENT
ભારત-પાકિસ્તાન શ્રેણી 2012 થી થઈ રમાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી (ટેસ્ટ, ODI, T20) ડિસેમ્બર 2012માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી અને બંને ટીમો વચ્ચે 2 T-20 અને 3 ODIની શ્રેણી રમાઈ હતી. T20 સિરીઝ 1-1 થી બરાબર રહી હતી. જ્યારે પાકિસ્તાને વનડે શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT