NSUI દ્વારા RSSના કાર્યક્રમનો અશોભનીય વિરોધ, નવી દિવાલો પર કલર સ્પ્રે કરી બગાડી દીધી
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે RSSના ચીફ મોહન ભાગવતના એકદિવસીય કાર્યક્રમનું આયોજાન કરાયું છે. જેમાં સંઘને હોસ્ટેલ તથા સેનેટ હોલ ફાળવવામાં આવતા વિવાદ શરૂ થઈ ગયો…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે RSSના ચીફ મોહન ભાગવતના એકદિવસીય કાર્યક્રમનું આયોજાન કરાયું છે. જેમાં સંઘને હોસ્ટેલ તથા સેનેટ હોલ ફાળવવામાં આવતા વિવાદ શરૂ થઈ ગયો છે. નોંધનીય છે કે આ દરમિયાન NSUIએ યૂનિવર્સિટી ટાવર ખાતે વિવિધ દેખાવો કર્યા હતા. આ દરમિયાન અશોભનીય શબ્દોના લખાણ સહિત વાઈસ ચાન્સેલરની ચેમ્બર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલુ જ નહીં યૂનિવર્સિટી ટાવરની નવી દિવાલો પર કલર સ્પ્રે કરી બગાડી દેવા સુધીનું કૃત્ય પણ આચર્યું હતું.
NSUI વિરોધ પ્રદર્શનમાં ભાન ભૂલ્યું
ગુજરાત યૂનિવર્સિટી ખાતે એક દિવસીય સંગોષ્ઠી સ્વાધીનતાથી સ્વતંત્રતા સુધીનું આયોજન કરાયું છે. તેવામાં મીડિયા રિપોર્ટ્સના આધારે NSUIએ વિરોધ કર્યો છે કે એક બાજુ વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યું અને બીજી બાજુ સંઘના પ્રચારકોને હોસ્ટેલ ફાળવવામાં આવે છે. આ તદ્દન અયોગ્ય છે. જોકે આનો વિરોધ કરતા NSUI ભાન ભૂલ્યું હતું. અહીં તેમના દ્વારા વાઈસ ચાન્સેલર માટે અશોભનીય શબ્દોના પ્રયોગ કર્યો હતો. આની સાથે યૂનિવર્સિટી ટાવર ખાતે નવી દિવાલો પર કલર સ્પ્રે કરીને તેને બગાડવાનું કામ પણ કરાયું હતું.
ગુજરાત યુનિવર્સિટીએ કોઈને આમંત્રણ આપ્યું નથી- કુલપતિ
નોંધનીય છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે જણાવ્યું કે એક દિવસ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવની હાજરીમાં NSUI દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આનું નામ વિદ્યાર્થી સંવાદ હતો. જોકે અંતિમ સમયે યૂનિવર્સિટીએ મંજૂરી પરત લઈ લેતા વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે RSSના કાર્યક્રમના આયોજન થવાની વાત સામે આવતા NSUI દ્વારા વિરોધ કરાયો હતો. રિપોર્ટ્સ પ્રમાણે ગુજ.યૂનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ કહ્યું કે અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું જ રહે છે. અહીં યુનિવર્સિટી દ્વારા કોઈપણ લીડરને નિમંત્રણ અપાયું નથી.
ADVERTISEMENT
મોહન ભાગવત ભાજપના ટોપ લીડર સાથે મીટિંગ કરી શકે- અહેવાલો
મોહન ભાગવત આની સાથે આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપને સમર્થન આપવા માટે પણ જાહેરાત કરી શકે એવી અટકળો વહેતી થઈ છે. આની સાથે જ તેઓ ભાજપના ટોપ લીડર્સ સાથે બેઠક પણ કરી શકે છે. નોંધનીય છે કે આ મુદ્દે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ અટકળોને જોતા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગેરન્ટી કેમ્પેઈન સામે ભાજપ મોટી રણનીતિ છતી કરી શકે છે.
ADVERTISEMENT