હવે તમે મંત્રીઓને ઓનલાઈન પુછી શકશો પ્રશ્નો, જાણો કઈ રીતે મળશે તમને માહિતી?
ગાંધીનગર: દેશ ડિઝિટલાઈઝેશન તરફ સતત આગળ વધી રહ્યો છે. આ દરમિયાન ગુજરાત વિધસનસભા પણ ડિજિટલ થવા લાગી છે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર અલગ રીતે યોજી…
ADVERTISEMENT
ગાંધીનગર: દેશ ડિઝિટલાઈઝેશન તરફ સતત આગળ વધી રહ્યો છે. આ દરમિયાન ગુજરાત વિધસનસભા પણ ડિજિટલ થવા લાગી છે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર અલગ રીતે યોજી તેવી સંભાવના છે. આગામી સત્રમાં વિધાનસભામાં બધીય કામગીરી પેપરલેસ હશે. વિધાનસભામાં પસાર થતાં વિધેયકોથી માંડીને પ્રશ્નોતરી પણ હવે ઓનલાઇન જોવા મળશે. ગુજરાતની જનતા ઘેર બેઠા વિધાનસભાના બધાય દસ્તાવેજો જોઇ શકાશે અને માહિતી મેળવી શકાશે. વિધાનસભાની વેબસાઇટથી હવે ગુજરાતનો કોઇપણ વ્યક્તિ મંત્રી અને ધારાસભ્યને ઓનલાઇન પ્રશ્ન પૂછી શકશે.
ગુજરાત વિધાનસભાની આ કામગીરીને સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપના ધારાસભ્યોએ અત્યારે લેખિતમાં પ્રશ્નો પૂછવા પડે છે પણ આગામી દિવસોમાં ધારાસભ્યો ઓનલાઇન પ્રશ્ન પૂછી શકશે. વિધાનસભામાં ધારાસભ્યએ ક્યાં પ્રશ્ન ઉપરાંત ક્યાં વિભાગની રજૂઆત કરી તે પણ ઓનલાઇન જાણી શકાશે. સામાન્ય વ્યક્તિ વિભાગવાર ધારાસભ્યોની રજૂઆતો વિશે જાણી શકશે. ગુજરાત વિધાનસભા પેપરલેસ તરફ આગળ વધી રહી છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોના ટેબલ પર વિધાનસભામા લેપટોપ અથવા ટેબલેટ લગાવવામાં આવશે.
તમામ બિલ ઘરે બેઠા જોઈ શકાશે
નવા બિલ, મેજ પર મુકવાના કાગળ વગેરે ઓનલાઇન સીધા ધારાસભ્યના ટેબલેટ અથવા લેપટોપ પર જ મળશે. ઉત્તર પ્રદેશમાં હાલ આ પ્રકારે ટેબલેટ લગાવેલા છે. ત્યારે સંભવતઃ સપ્ટેમ્બર મહિનામાં મળનારા સત્ર પહેલા કામગીરી કરવા કવાયત હાથ ધરાઈ છે. આ સાથે લોકોને પણ આ તમામ જાણકારી મળી રહેશે. વિધાનસભામાં પસાર થતાં વિધેયકોથી માંડીને પ્રશ્નોતરી પણ હવે ઓનલાઇન જ જોવા મળશે. ઘેર બેઠા વિધાનસભાના તમામ દસ્તાવેજો જોઇ શકાશે .
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર )
ADVERTISEMENT