હવે રાજનીતિમાં કમાનું પદાર્પણ, સી.જે ચાવડાએ જાહેરાત કરતા કહ્યુ કે…
ગાંધીનગર : જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આજે સોમવારે કાલોલમાં કારોબારીની બેઠક આયોજીત થઇ હતી. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશજી ઠાકોર, કાલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ગાંધીનગરના…
ADVERTISEMENT
ગાંધીનગર : જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આજે સોમવારે કાલોલમાં કારોબારીની બેઠક આયોજીત થઇ હતી. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશજી ઠાકોર, કાલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ગાંધીનગરના ધારાસભ્ય સી.જે ચાવડા અને જિલ્લા સહિતના અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગાંધીનગરના ધારાસભ્ય સી.જે ચાવડાએ આપ અને ભાજપની ઝાટકણી કાઢી હતી.
ચાવડાએ કહ્યું કે, ગુજરાતનો કમો ન ચાલ્યો એટલે દિલ્હીથી કમો બોલાવ્યો
ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતનો કમો નિષ્ફળ થયો તે હવે દિલ્હીથી કમો લઇ આવ્યા છે. જો કે આ બંન્ને એક જ છે પરંતુ ખાલી નામ નોખા નોખા છે. ભાજપ સામે નિશાન તાકતા કહ્યું કે, ભાજપ સરકારે 10-10 વાર ગુજરાતનો સર્વે કરાવ્યો હતો. જેમાં ભાજપની 65 સીટથી વધારે આવે તેમ નથી. જેથી ગુજરાતનો કમો નિષ્ફળ ગયો તે દિલ્હીનો કમો લઇ આવ્યા.
ભાજપ અને આપ બંન્ને એક જ થાળીના ચટ્ટાબટ્ટા છે
દિલ્હીના કમા સાથે સેટિંગ કર્યું કે, તું ગુજરાતમાં જા અને જાહેરાતો કર. તારુ પેપરમાં નામ આવે તો અમે દરોડા પાડીશું. તમે જાહેરાત કરો અને લોકોને પોતાની તરફથી આકર્ષિત કરશો. તમારી પાર્ટીમા જો કોઇ વ્યક્તિ નડતો હોય તો અમે તેની પર પણ દરોડા પડાવીશું. આમ આદમી પાર્ટી બીજુ કોઇ નહી પરંતુ ભાજપની જ B ટીમ છે. જો કે નાગરિકો હવે સમજદાર બની ગયા છે. કોઇના ઝાંસામાં આવે તેમ નથી. જો કે આ કમાઓએ તો ગુજરાતનો દાટ વાળી દીધો છે.
ADVERTISEMENT
આજે પણ ગુજરાતના પાટનગરમાં કોંગ્રેસનો દબદબો છે
કારોબારીમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, કાલોકના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ગાંધીનગરના ધારાસભ્ય સી.જે ચાવડા અને માણસાના ધારાસભ્ય સુરેશ પટેલે ગાંધીનગરમાં ગુજરાતનું પાટનગર કહેવા અને તેમાં આજે પણ કોંગ્રેસનો દબદબો છે. ભાજપની શાસનનું ગળુ દબાવીને વિકાસ કર્યો છે.
ADVERTISEMENT