હવે રાજકારણમાં પણ કમાની એન્ટ્રી! ભાજપના નેતાએ રાહુલ ગાંધીને કમો ગણાવ્યો અને…
Gujarat Election 2022 : જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓનો વાણીવિલાસ પણ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.…
ADVERTISEMENT
Gujarat Election 2022 : જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓનો વાણીવિલાસ પણ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મધ્યપ્રદેશના નેતાએ રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશા શિક્ષણમંત્રી કૈલાશ સારંગ હાલ ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે કમાની સરખામણી રાહુલ ગાંધી સાથે કરી દેતા વિવાદનો મધપુડો છંછેડાયો છે.
ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે દાંતામા બેઠક
અત્રે નોંધનીય છે કે, ભાજપના આગેવાનો અને કાર્યકરોને દાંતા બેઠક પર જીત માટે ભાજપના કાર્યકરોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જો કે ચૂંટણી જીતવાના મંત્ર કાર્યકરોના કાનમાં ફુંકતા ફુંકતા એક વિવાદિત નિવેદન પણ આપી દીધું હતું. જેમાં રાહુલ ગાંધીની સરખામણી કમા સાથે કરતાની સાથે જ રાજકારણ ગરમાયું હતું . ભારત જોડો યાત્રામાં તેઓ ભારત તોડવાના ઇરાદા ધરાવતા હોય તેવા લોકોને ગળે લગાવી રહ્યા છે. પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનારી યુવતી સિવાય તેમને કોઇ મળ્યું જ નહી ગળે લગાવવા માટે.
આમ આદમી પાર્ટીએ કમાને ગણાવ્યો ભોળો માણસ
બીજી તરફ વહેતી ગંગામાં હાથ ધોવા માટે આમ આદમી પાર્ટી પણ કુદી હતી. ગોપાલ ઇટાલિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કમો એક ભગવાનનું માણસ અને ભોળો વ્યક્તિ છે. જે વ્યક્તિએ આવું નિવેદન આપ્યું તેણે ગદાચ રાહુલ ગાંધીને ભોળા માણસ ગણ્યા હશે. કોઇ રાગદ્વેશથી કહ્યું હોય તો તેમને મુબારક બાકી કમો તો ભગવાનનો માણશ છે અને નિર્દોષ તથા ભોળો વ્યક્તિ છે. ગોપાલ ઇટાલિયાએ પંજાબ સરકાર દ્વારા જુની પેન્શન સ્કીમ લાગુ કરવા અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમારી સરકાર આવશે તો પંજાબની જેમ ગુજરાતમાં પણ અમે જુની પેન્શન સ્કીમ લાગુ કરીશું.
ADVERTISEMENT
(વિથ ઇનપુટ શક્તિસિંહ રાજપુત)
ADVERTISEMENT