રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને ભગવો રંગ કરાયા બાદ મીડિયા સાથે વાત કરનારા ડોક્ટરને અપાઈ નોટિસ
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં સ્ટ્રેચરને ભગવો રંગ કરાતા વિવાદ સર્જાયો હતો. જોકે આ અંગે વાંધો ઉઠતા ફરીથી સ્ટ્રેચરને સફેદ કલર કરી દેવામાં આવ્યો હતો.…
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં સ્ટ્રેચરને ભગવો રંગ કરાતા વિવાદ સર્જાયો હતો. જોકે આ અંગે વાંધો ઉઠતા ફરીથી સ્ટ્રેચરને સફેદ કલર કરી દેવામાં આવ્યો હતો. આ સમયે મીડિયા સામે આવીને નિવેદન આપનારા મેડિકલ ઓફિસરને હવે તબીબી અધિક્ષકે કારણ દર્શક નોટિસ ફટકારી છે અને તેમની પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.
અહીં ચોંકાવનારી બાબત એ છે કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરને ભગવો રંગ કોના આદેશથી લગાવવામાં આવ્યો? બાદમાં ફરી સફેદ રંગ કરવાનો ખર્ચ કેટલો થયો? સરકારી તિજોરીને થયેલા આ નુકસાન માટે જવાબદાર કોણ તેના જવાબો શોધવાના બદલે મીડિયા સાથે વાત કરનારા મેડિકલ ઓફિસર ડો. રામાણીને નોટિસ મોકલાઈ છે અને તેમણે હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરવાના બદલે અન્ય માધ્યમો સાથે વાત કરીને ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવીને ખુલાસો માગવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના સ્ટ્રેચરનો કલર બદલીને ભગવો કરી દેવાતા રાજકારણ ગરમાયું હતું. જે બાદ સિવિલમાં ફરજ પરના મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રમાણીએ આ અંગે નિવેદન આપ્યું હતું કે, આ અમારી ભૂલ છે, સામાન્ય રીતે સફેદ કલરનું જ સ્ટ્રેચર હોય છે, સ્ટ્રેચર ગુમ ન થાય તે માટે અમે ભગવો કલર કર્યો. જોકે કેસરી કલર યોગ્ય નથી એટલે અમે ફરીથી સફેદ કલર સ્ટ્રેચર પર કરવા માટે સૂચના આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT